________________
તરંગવતી
:
૭૧ :
પવિત્ર આર્યા! મને બીજી એક વાત કહો. તમારા સુંદર મુખના દર્શનથી મારી આંખે તે તૃપ્ત થઈ છે, પણ તમારા જન્મની કથા સાંભળવાને મારા કાન આતુર બની ગયા છે. વિષ્ણુને જેમ પઇ વહાલું છે તેમ તમે કયા પિતાને વહાલાં હતાં? અને આખા જગતને નમસ્કાર કરવા જેવાં તમારાં માતા કોણ હતાં? તમારા પિતાના ઘરમાં અને પતિના ઘરમાં કેવું સુખ હતું? અને કયા દુઃખને કારણે તમારે સાધ્વી થવું પડયું? એ બધું જાણવાની મને બહુ આકાંક્ષા થઈ રહી છે. જગતમાં એમ કહેવાય છે કે સુંદર નારીનું અને નદીનું, તેમજ સાધુનું અને સાધ્વીનું મૂળ ન પૂછવું (કારણ કે વખતે એથી એમની તુછતા તરી આવે છે અને અસંતોષ થાય છે અને તેથી તેમના પ્રત્યેનું માન ઘટે છે.) વળી હું એ પણ જાણું છું કે ધર્માત્માઓને નકામી વાતે પૂછી મારે કષ્ટ દેવું નહિ જોઈએ, પણ તમારી સુંદરતાથી આશ્ચર્ય પામીને જ એ પ્રશ્ન પૂછવાનું મન થાય છે.” સાધ્વીએ ઉત્તર આપે કે-“એને જવાબ આપ જરા કઠણ છે, કારણ કે આવા નકામા (એટલે કે આમાની પવિત્રતાને લાભ કરતાં હાનિ વધારે કરનારા) વિષયે સંબંધે અમે વિચાર કરી શકીએ નહિ. પૂર્વે ગૃહજીવનમાં જે આનંદ અમે ભેગવતાં તે યાદ પણ કરી શકીએ નહિ, તે પણ જગતનાં દુઃખથી જે ધૃણા પેદા થઈ એ તરફ જ નજર રાખીને, કમનું ફળ મને કેમ પ્રાપ્ત થયું એ વિષેનું જ હું સ્વાનુભવનું થોડુંક વર્ણન કરીશ.” આ શબ્દોથી રાજી થઈ શેઠાણી પોતાની દાસીઓને બધું ધ્યાનથી સાંભળવાની સૂચના કરે છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com