________________
: ૭૦ :
તરંગવતી
પણ હિંસાથી મુક્ત થાય અને ધમને ઉપદેશ સાંભળ્યા પછી તે અહિંસા ધર્મનું વ્રત લે તે ઉપદેશકને ઉપદેશ આપે સફળ છે, કારણ કે પિતાના ઉપદેશથી તે માત્ર બીજાને જ નહિ પણ પિતાને પણ પુનજન્મના અપાર સમુદ્રથી પાર ઉતરી જાય છે. આથી ધમને ઉપદેશ દેવો એ સદાને માટે શ્રેષ્ઠ છે, તેથી હું જે કાંઈ જાણું છું તે કહું છું. તમે ધ્યાન દઈને સાંભળે. ? તે વખતે દાસીઓ આનંદથી તાળીઓ લે છે અને બોલે છે કે “ હવે આપણે એકીટસે આ સાધ્વીની અજબ સુંદરતા નિહાળી શકીશું ! ” પછી એ સાધ્વી. અને તેની સહચરી તેમને માંડી આપેલ આસન ઉપર એકાન્ત સ્થાન પર બેસે છે અને આનંદ જેમને માતે નથી એવી દાસીએ તથા શેઠાણું પણ તેમને સભ્યતાપૂર્વક નમસ્કાર કરીને સામે ફરસબંધી ઉપર બેસી જાય છે. પછી એ સાધ્વી ફુટ અને સરલ વાકાએ કરીને, કાન તથા મનને મધુર લાગે તેવે સ્વરે, ટુંકાણમાં પણ સહજ સમજાય તેવી શૈલીમાં જગતના સર્વ જીવોને સુખ આપનાર અને જન્મ, જરા, રોગ, મરણ આદિનાં દુઃખને નાશ કરનાર એવા જિનેશ્વર દેવે કહેલા ધર્મને સાર સંભળાવે છે તથા સમ્યજ્ઞાન, દર્શન, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ સ્વરૂપે પાંચ મહાવ્રત તપ અને સંયમ, વિનય અને ક્ષમા આદિ ગુણવિશિષ્ટ ધમનાં તનું રહસ્ય સમજાવે છે. જ્યારે સાધ્વી ઉપદેશ આપી રહે છે ત્યારે શેઠાણું એમને વિનયભાવે કહે છે કે “ધર્મને ઉપદેશ તે મેં સારી રીતે સાંભળે પણ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com