________________
તરંગવતી
-
----
-
-
-
વેશમાં પણ આટલી બધી સુન્દર દેખાય છે ત્યારે રૂપશ્રીસંપન્ન ગૃહિણના વેશમાં એ કોણ જાણે કેટલી બધી અનુપમ લાગતી હશે ? એના એક અંગ ઉપર શણગાર નથી અને વળી તે સિા ઉપર ધૂળ લાગી છે તે પણ મારી આંખ એના ઉપરથી ખસતી નથી. ઉલટી અંગે અંગે ફર્યા કરે છે. સ્વર્ગની કુમારિકાએ પણ આવી અનુપમ સુન્દરતાની વાંછના કરે તેમ છે. શું આ તે કોઈ અસરા કે દેવકન્યા હશે ? પણ એમ કેમ હોય? શિપીએ ઘડી કાઢેલી મૂતિને આંખની પેઠે દેવલોકની દેવાંગનાઓની આંખે તો સાંભળવા પ્રમાણે મીંચાતી નથી, તેમ જ તેમના હાર અણકરમાયા રહે છે અને તેમને ધૂળ લાગતી નથી, પણ આ આર્યાને પગે તે ધૂળ લાગેલી છે અને આંખે હાલે છે તેથી એ નક્કી દેવી તો નથી જ. છે તે અવશ્ય માનવલકની જ નારી, પરંતુ મારે આ રીતે શંકામાં શા માટે રહેવું? હું એમને ધીરે રહીને પૂછી લઉં. માણસને જ્યારે સાક્ષાત્ હાથી જ નજરે પડે તે પછી તેનાં પગલાં ખેાળવાની શી આવશ્યકતા ? ” એમ વિચાર કરી શેઠાણી સાવીને આદરપૂર્વક પ્રથમ ભિક્ષા આપે છે અને પછી ઉત્સુકતાએ અને આશ્ચર્ય સાથે પ્રશ્ન કરે છે કે “પૂજ્ય સાધ્વીજી! જે તમને કોઈ નિયમને બાધ ન થતો હોય તે ક્ષણભર વિસામે કર્યો અને મને કોઈ ધમકથા કહે.” ત્યારે સાધ્વી કહે છે કે “ સર્વ જગતના જીને હિત કરનાર એવા ધર્મનો ઉપદેશ કરવામાં કોઈને કશાને બાધ હોઈ શકે નહિ. અહિંસાલક્ષણ ધર્મ તો કહેનાર અને સાંભળનાર બંનેને પવિત્ર કરે છે. જે કઈ થોડીવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com