________________
તરંગવતી
નગર છે. એ નગરમાં પોતાનાં પરાકમેવડે સઘળા શત્રુઓને જેણે પરાજય કર્યો છે અને વિપુલ સેન્ય અને સંપત્તિનો જે સ્વામી છે એ કેણિક નામે રાજા રાજ્ય કરે છે. એ રાજા પોતાના કુળનો પ્રકાશક, શૂરો અને સર્વ દોષ રહિત છે. રાગદ્વેષ સર્વથા વિલીન થઈ ગયા છે જેમના એવા પરમ શાન્ત વીતરાગ તીર્થંકર મહાવીરના જન્મમરણથી મુક્તિ અપાવનાર શાસન(ધમ)ને એ અનુરાગી છે. એ રાજાના શરીર અને જીવિતના રક્ષક જે તથા સર્વ પ્રજાને પ્રિય, કુળવાન અને સદાચારી એ ધનપાલ નામે નગરશેઠ ત્યાં વસે છે. એ શેઠને અનુરૂપ અને સિભાગ્યવતી એવી સમા નામે પતિવ્રતા પત્ની છે. એ શેઠના મકાનની સમીપમાં એક ઉપાશ્રય આવે છે. એમાં પિતાની ઘણું શિખ્યાઓ સાથે સુવ્રતા નામે એક સાથ્વી આવીને રહેલા છે. એ સાધ્વી બાળપ્રવાચારિણી છે. અનેક પ્રકારનાં તપો તપીને પોતાની કાયાને ખૂબ કુશ કરી નાંખેલી છે. જેમ ધર્મના તત્વજ્ઞાનને એ પૂર્ણ જાણનારી છે અને એકાદશ અંગે એમને સારી રીતે અવગત છે. પોતાના આત્માની મુક્તિના માર્ગમાં જે હંમેશા ઉઘુક્ત રહે છે. એ સાધીની અનેક શિષ્યાઓમાં એક બહુ વિનીત શિષ્યાને એક સવારે છ બે ઉપવાસ) વ્રતનાં પારણું કરવાં હતાં અને તે માટે બીજી એક નવદીક્ષિત ભિક્ષુણીને પોતાની સાથે લઈને તે ભિક્ષા લેવા માટે પિતાની વસતિ (ઉપાશ્રય) બહાર નિકળે છે. નાના મોટા બધા જીવે ઉપર દયાપ્રેમભાવ ધારણ કરતી અને નીચી નજરે તથા ધીમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com