________________
તરંગવતી
: ૭૫ :
જતી અને ત્યાં અમે ખુલ્લી હવામાં આનંદ કરતાં તેમજ દૂર દૂર સુધીના દેખાવ જોતાં. મારા માબાપ અને ભાઈ એ ફૂલ, કપડાં, ઘરેણાં, રમકડાં અને મીઠાઈ મને ભેટ આપતા. મારા વિનયથી મારાં માબાપ, મારાં દાનથી ભિક્ષુકે, મારી પવિત્રતાથી મારા ભાઈઓ અને મારા નેહથી બીજાં બધાં આનંદ પામતાં. લક્ષમી જેમ અંદર પર્વત ઉપર આનંદ પામે તેમ હું પિતાના ઘરમાં મારી ભાભીઓ અને સખીઓ સાથે આનંદમાં રહેતી. પિષધના દિવસોમાં હું ઘણે વખતે સામાયિક વ્રત આચરતી અને જૈનધર્મનું તત્ત્વજ્ઞાન મેળવવા માટે ગણધારિણું સાધ્વીજીઓની ઉપાસના કરતી. આ રીતે માબાપ, ભાઈએ અને સંગાસંબંધી સાથે સ્નેહમાં રહીને હું મારા દિવસ નિગમતી હતી. એક વાર માતાપિતા, ભગવાનની સેવા કર્યા પછી ભેજન કરીને સારા સ્વચ્છ કપડાં પહેરીને ફૂલોથી શણગારેલાં ખંડમાં બેઠા હતા અને મારે સંબંધે મારી માતા સાથે વાત કરતા હતા. જાણે કુષ્ણુજીની સાથે લક્ષ્મીજી બેઠા હોય એમ એ શેતાં હતાં. હું પણ સ્નાન કર્યા પછી જિનેશ્વર દેવની પૂજાપ્રાર્થના કરીને માબાપને પ્રણામ કરવા ત્યાં ગઈ. મે નીચી વળીને તેમનાં ચરણેમાં માથું મૂકયું, ત્યારે તેમણે તારું કલ્યાણ થાઓ” કહી નેહથી આશીર્વાદ આપ્યા અને પોતાની પાસે બેસવા કહ્યું. પળવારમાં જાણે ચંદ્રપ્રભાથી શણગારાઈને શરદ્ ઋતુની કાળી રાત્રિ આવી હોય એમ, બહાર કામ કરવાને લીધે કાળી દેવી જેવી કાળો થઈ ગયેલ અમારી માલણ મુલાળાં વસ્ત્ર પહેરી ફલઘરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com