________________
ટિપણ
L:
૪૧ :
ભારતમાં પણ અત્યારે એને કોઈ જાણતું નથી. આ કથા પ્રાચીન ભારતનું દાન છે, પણ વાંચીને એને વાચક કયા કાળમાં મૂકશે એ હું ચેકસ રીતે જાણતા નથી. ટૂંકામાં એટલું જ કહેવાનું કે એમાં વર્ણવેલા ધાર્મિક સિદ્ધાન્ત બૌદ્ધ કાલમાં પ્રગટ થયા છે, તેથી કથા ક્રાઈસ્ટના પછીના કાળમાં એટલે કે બીજી કે ત્રીજી સદીમાં લખાઈ હેવી જોઈએ.'
. લોયમેન આ અનુમાન પર જુદી રીતે આવ્યા છે, છતાં એમનું એ અનુમાન સાચું છે, કારણ કે ઉપર જણાવેલ જન્મસમય લક્ષ્યમાં લેતા તરંગવતીની રચના વિ. સં. ૨૧૯ પછી વધારેમાં વધારે પચાસ વર્ષના ગાળામાં થઈ હશે, જે ઈ. સ. પ્રમાણે ૧૬૩ થી ૨૧૨ સુધીનો સમય છે.
સદ્દગત મોહનલાલ ભગવાનદાસ ઝવેરીએ નિર્વાણકલિકાની અંગ્રેજી પ્રસ્તાવનામાં શ્રી પાદલિપ્તસૂરિના સમય વિષે કેટલોક ઊહાપોહ કર્યો છે અને તેના પરિણામે તેઓ એવા નિર્ણય પર આવ્યા છે કે શ્રી પાદલિપ્તસૂરિ વીરનિર્વાણ સંવત ૪૬૭થી ૪૭૦ એટલે ઈ. સ. પૂર્વે ૫૬-૫માં વિધમાન હતા, પરંતુ તેમણે આ માન્યતા પર આવવામાં જે પ્રમાણને મુખ્ય ઉપયોગ કર્યો છે, તે જ વાસ્તવિક રીતે અસિદ્ધ છે અને બીજાં પ્રમાણ પણ તેમની એ માન્યતાને ખાસ પુષ્ટિ આપનારાં નથી. તેઓ જણાવે છે કે અનુયોગદાર સરના (આગમય સમિતિ દ્વારા પ્રકાશિત ગ્રંથના ) પૃ. ૧૪૯ પર એવું સૂત્ર આવે છે કે-રે Éિ તે કૂદના? તરંવાकारे मलयवइकारे अचणुसटिकारे बिंदुकारे, से तं संजूह ન” અર્થાત્ “ સંજાતનામ કોને કહેવાય ? તરંગવતીકાર, મલયવતીકાર, આત્માનુશાસ્તિકર, બિન્દુકાર એ નામે સંહનામ કહેવાય.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com