________________
ટિપ્પણ
.: ૫૩ :
વિષયના વધારે જાણકારોએ એમાં ઊંડા ઉતરીને ગષણ કરવાની જરૂર છે. ઔષધિઓનું અચિંત્ય માહાભ્ય બતાવવા માટે આ પ્રકારની અનેક દંતકથાઓ તે વખતે ભારતવર્ષમાં પ્રચલિત થયેલી હતી, એ વાત પણ લક્ષ્યમાં રાખવી ઘટે છે. નાગાર્જુને મોકલેલું સિદ્ધરસનું પાત્ર સ્ત્રી પાદલિપ્ત ગુરુ ભીંત પર પછાડીને ફેડી નાખે અને તેના બદલે કાચના વાસણમાં મૂત્ર ભરીને મોકલે એ હકીક્ત પણ વિચારણીય છે. તેમના જેવા એક સમર્થ જૈનાચાર્ય આવું વર્તન ભાગે જ દાખવે. તેમને ઉદ્દેશ નાગાર્જુનને મહાત કરવાનું હોય તો તેની રીતિઓ ઘણું છે, પણ તેઓ આવું તુચ્છ વર્તન કરે તે માન્યામાં આવતું નથી, બાકી નાગાર્જુન બીપાદલિપ્તસૂરિની અસાધારણ શક્તિઓથી પ્રભાવિત થયો હોય અને તેમની પાસેથી આકાશગામિની વિધા શિખ્યો હોય તેમ માનવામાં કંઈ હરકત નથી અને આ રીતે મળેલી વિધાના ઉપકારસ્મરણ તરીકે તેણે પાદલિપ્તા નગરી વસાવી હોય તથા મંદિરે વગેરે બંધાવ્યાં હોય તે બનવાજોગ છે. એને સંબંધ જીવનના અંત સુધી ટકો હોય તેમાં પણ શંકાં જેવું કંઈ નથી, પરંતુ શ્રી વિવિધ તીર્થકલ્પમાં શ્રી જિનપ્રભસૂરિએ તમને વિન્ડોઝમાં જણાવ્યું છે કે તે શાલિવાહનને કલાગુરુ હતો, એટલે તે હકીક્ત પુનઃવિચારણા માગે છે.
૧૯. શ્રીપાદલિપતસૂરિએ રચેલા સાહિત્ય સંબંધી પ્રબન્ધકાર એટલું જ જણાવે છે કે તેમણે તરંગવતી નામની કથા, નિર્વાણ કલિકા નામને વિધિગ્રંથ તથા પ્રશ્નપ્રકાશ નામનું જ્યોતિ શાસ્ત્ર રચ્યું હતું તથા વીર પ્રભુ સમક્ષ ગાથાગલ નામનું સ્તવન કર્યું હતું જેમાં સુવર્ણસિદ્ધિ અને આકાશગામિની વિધા છુપાવેલી છે. પાઠકેની જાણ માટે તે સ્તવન અહીં આપીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com