________________
ટિપ્પણ
: ૫૧ :
--------------
--
णाढयनिर्मितभस्मीभवबृहत्कथावशिष्टसप्तमांशावलोकेन प्राकृतादिवाकूपश्चकप्रीत-कविवत्सल-हालाद्युपनामकश्रीसातवाहननरेन्द्रनिर्मिता विविधान्योक्तमयकतगीर्गुम्फिता शुचिरसप्रधाना काव्योत्तमा सप्तशत्यवसानमागात् ॥'
અર્થ-કુંતલ દેશના રાજા હાલ વિરચિત સપ્તશતીનું આ સાતમું વજ્યા-શતક સમાપ્ત થયું. શ્રીમાન કુંતલદેશાધિપતિ પ્રતિષ્ઠાન પુરપતિ શતકણું એ ઉપનામવાળો, દીપકર્ણનો પુત્ર, મલયવતી રાણીને પ્રાણપ્રિય, કાલાપ વ્યાકરણ કરનાર શર્વવર્માની બુદ્ધિ સાથે સખ્ય ધરાવનાર અર્થાત તેની બુદ્ધિથી રાજકાજ ચલાવનાર, મલયવતીના ઉપદેશથી પંડિત થયેલો, જેણે ત્રણ ભાષા છેડી દીધી હતી અને એકલી પિશાચી સ્વીકારી હતી એવા પંડિતરાજ ગુણાત્ય કવિએ નિર્માણ કરેલી અને ભસ્મ થયેલી બૃહત્કથાના બાકી રહેલા સાતમા અંશનું અવલોકન કરનાર, પ્રાકૃત વગેરે પાંચ (પ્રાકૃત, શીરસેની, માગધી, પશાચી અને અપભ્રંશ) વાણી પર વધારે વાર ધરાવનાર, કવિઓ પર વાત્સલ્ય વાપરનાર, હાલ વગેરે બીજાં નામવાળો, જે સાતવાહન નરેન્દ્ર તેણે નિર્માણ કરેલી, વિવિધ અતિરૂપ, પ્રાકૃતમય વાણુથી ગુંથાયેલી, જેમાં મૃગારસ્ય પ્રધાન છે, એવા કાવ્યોમાં ઉત્તમ સપ્તશતી સમાપ્તિ પામી.”
સાતવાહનના હાલ, શાલ, શાલવાહન અને શાલિવાહન એ નામે પ્રસિદ્ધ છે. હૈમ અને કાર્ય ભાગમાં શાલ અને હાલ એ બંને નામે મળી આવે છે અને દેશનામમાલાના આઠમા વર્ગના ૬૬મા લોકમાં કહ્યું છે કે “રાદાપતિ ”િ “શાલાહણનું બીજું નામ હાલ પણ છે' તેથી શથિલાહ સાતવાહન સાથે તે પાદલિપ્તસૂરિને સંબંધ સંભવ નથી. વળી આ શાલિવાહનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com