________________
ટિપ્પણ
૯૩૩ સુધીમાં મનાય છે અને આવી સ્થિતિમાં પાદલિપ્ત અને માનખેટના કૃષ્ણરાજનું સમકાલીનપણું કોઈપણ રીતે સભવિત નથી, તેથી પાદલિપ્તના સમયનું માનખેટ અને કૃષ્ણરાજ, પતિહાસપ્રસિદ્ધ માનખેટ અને કૃષ્ણરાજથી ભિન્ન હોવાં જોઇએ, પણ જો તેમ ન હોય તે કૃષ્ણરાજના સમયના પાદલિપ્ત કાઈ જુદા જ હેાવા જેએ અને આમ માનવામાં પણ પ્રમાણ ન હોય તે। પાદલિપ્તસૂરિએ કૃષ્ણરાજ કે તેના માનખેટને નજરે જોયુ નથી એમ જ કહેવું જોઇએ.’
: ૪૯
અમને લાગે છે કે આ સબંધી કઈ પણ નિય પર આવતાં પહેલાં પ્રભાવકચરિત્રની પહેલાં લખાયેલી પાદલિપ્તાચાય થાઓને તપાસવાની જરૂર છે, કારણ કે પ્રબન્ધકારે શ્રીપાદલિપ્તસરિ માનખેટપુર ગયા હતા અને ત્યાં કૃષ્ણરાજાએ ગુરુમહારાજની ભક્તિથી ચર્ચા કરી’ એટલું જ જણાવ્યું છે પણ તેની સાથેના કોઈ પ્રસંગનુ વર્ણન કરેલું નથી, તેથી સભવ છે કે નગર અને નૃપતિનાં નામમાં જ કઈ ફેર હોય.
૧૫. યાનિાભુતના જાણકાર આચાય રૂદ્રદેવસૂરિ અને નિમિત્તવિધાના જાણકાર શ્રી મણુસુરિ વિષે જૈનસાહિત્યમાં અન્યત્ર કાં ક્યાં ઉલ્લેખ થયેલા છે, તે તપાસવાની જરૂર છે.
આ
૧૬. આ ખપુટાચાય અને તેમના શિષ્ય મહેન્દ્ર ઉપાધ્યાય સાથે શ્રીપાદલિપ્ત ગુરુને સબંધ સભવી શકતા નથી, કારણ કે ખપુટાચાર્ય' વિક્રમની પહેલી સદીમાં થયેલા છે અને ઉપાધ્યાય મહેન્દ્રની વિધમાનતા વધારેમાં વધારે વિક્રમની બીજી સદીના પૂર્વાધ સુધી જ સબવે છે. શ્રી આય ખપુટાચાના સમય ખતાવનારી એક આર્યાં પ્રભાવક ચરિત્રકારે નીચે મુજબ આપી છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com