________________
: ૪ર :
જીવનકથા - અહીં તષ્ઠિત નામના પ્રકારોને જણાવવાનો અધિકાર ચાલી રહ્યો છે અને તેને એક પ્રકાર જૂતષ્ઠિત નામ છે, એટલે પ્રશ્નકારે પ્રશ્ન કર્યો છે કે સંહનામ કોને કહેવાય ? શ્રીહરિભદ્રસૂરિએ અનુગદ્વારા સૂત્રની ટીકામાં આ સંજૂહનામનો અર્થ “ ગ્રંથરચના સંબંધી નામ” એ પ્રમાણે કરેલો છે. તેને ઉત્તર આપતાં સૂરકાર જણાવે છે કે “ તરંગવતીકાર, મલયવતીકાર, આત્માનુશાસ્તિકાર, બિંદુકાર વગેરે નામો સંહનામ જાણવાં. એટલે એ વાત સ્પષ્ટ છે કે અનુયોગઠારસૂત્રની રચના થઈ ત્યારે તરંગવતી, મલયવતી, આત્માનુશાસ્તિ અને બિંદુ નામના ગ્રંથે મોજૂદ હતા, અને તરંગવતીના રચયિતા પાદલિપ્તસૂરિ છે, એ હકીક્ત નિર્વિવાદ હોઈને તેઓ અનુયોગદાર સમની રચના થઈ તે પહેલાં થઈ ગયેલા હોવા જોઈએ. પરંતુ અનુગાર સૂત્રના રચયિતા આર્યરક્ષિતસૂરિ છે અને તે વજસ્વામીના વિધાશિષ્ય હેઈને પાદલિપ્તસૂરિ વાસ્વામીના સમકાલીન હોવા જોઈએ તેમ માનવું યુક્ત નથી, કારણ કે અનુગધારાના રચયિતા શ્રી આર્યરક્ષિતસરિ છે, તે વાત હજુ સુધી કોઈ પણ વિદ્વાને પુષ્ટ પ્રમાણે આપીને સિદ્ધ કરેલી નથી.
શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવે સ્યાદામંજરીની અંગ્રેજી પ્રસ્તાવનામાં પૂછ ૪૮ પર આવું એક વિધાન કરેલું ખરું, પણ તેમાં તેમણે આવશ્યકનિર્યુક્તિની ગાથા ૭૭૪ માં વપરાયેલા અનુયાગ શબ્દને અર્થ વ્યાખ્યાન કરવાને બદલે અનુગાર સૂત્રે કરેલ છે અને તે સ્પષ્ટ રીતે એક ભૂલ જ છે.
પંડિત સુખલાલજીએ જ્ઞાનબિંદુની પ્રસ્તાવનામાં પૃઇ ૫ ઉપર અનુયાગના જુદા જુદા સમય બતાવતાં શ્રી આર્યરક્ષિતસૂરિ અનુયોગદાર સૂત્રના રચયિતા હોય તેવો ઉલ્લેખ કરેલો છે, પણ તેમની એ માન્યતા શા આધારે ઘડાયેલી છે તે જાણવાનું આપણુ પાસે કઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com