________________
ટિપ્પણ
: ૪૫ :
ને અત્રેના લોકો મુન્ડના નામથી ઓળખતા હતા. ભારતવર્ષમાં કુશનવંશનું રાજ્ય વિક્રમ સંવત ૯૭ થી ૨૮૩ સુધી રહ્યું હતું. પણ પાટલિપુત્ર ઉપર એમની સત્તા કનિષ્કના સમયમાં થઈ હતી એ મતને સત્ય માનીયે તે પાટલીપુત્રમાં વિક્રમ સંવત ૧૭૭ પછી અને ૨૧૯ ની વચ્ચે મુન્ડરાજ્ય થયું એમ માનવું જોઈએ. જે મુલુન્ડ પાટલીપુત્રમાં રાજ્ય કરે છે અને જેની સભામાં પાદલિપ્તસૂરિનું માન હતું તે મુખ્ય કનિષ્ક પિતે તો હેવાને સંભવ નથી, કેમકે તે પિતાની રાજધાની પિશાવરમાં રહેતે હતો, -જ્યારે પાટલિપુત્રમાં તેની જ જાતને તેને સૂઓ રહેતા હતા. પુરાણોમાં મગધના રાજા તરીકે વિશ્વસ્કૂટિક, વિશ્વસ્ફરણિ, વિવસ્કૃતિ ઈત્યાદિ નામોથી જે બલિષ્ઠ વ્યક્તિનું વર્ણન કર્યું છે તે મુન્ડના નામથી ઓળખાતા કનિષ્કના આ સૂબાનું જ હોવું જોઈએ, એમ અમારું માનવું છે. વિધાવારિધિ બાબૂ કાશપ્રસાદ જાયસવાલના મત પ્રમાણે આનું યુદ્ધ નામ વિનસ્કૃણિ હતું, પણ આ વિદેશી. નામને બગાડીને પુરાણકારોએ વિચિત્ર બનાવી દીધું છે. આ વિનસ્કૃર્ણિ મુસન્ડની જ રાજસભામાં પાદલિપ્તનો પ્રવેશ હશે એમ અનુમાન કરી શકાય અને જે આ અનુમાન ખરું હોય તે પાદલિયનું અસ્તિત્વ વિક્રમના બીજા સેકાના અન્તમાં અને ત્રીજા સેકાના પૂર્વાર્ધમાં હોવાનું સિદ્ધ થઈ શકે.
૭. પ્રભાવક ચરિત્રકારે શ્રી આર્યનાગહસ્તીના મુખમાં એ શબ્દો મૂક્યા છે કે “હે ભદ્ર! તેં અમારાથી દશ હાથ દૂર રહીને જળપાન કર્યું છે, તેથી તારો પુત્ર પણ શ એજનના અંતરે જ વૃદ્ધિ પામશે અને પ્રભાવના સ્થાનરૂપ તે પુત્ર યમુના નદીના તીરે મથુરા નગરીમાં રહેશે, તેમજ તેને બીજા પણ મહાતેજસ્વી નેવ પુત્રો થશે, આ હકીક્ત કેટલુંક સ્પષ્ટીકરણ માગે છે. જે આના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com