________________
: ૩૮ :
જીવનકથા
નાગહસ્તી થયા.” આ હકીકતનું પર્યાલોચન કરતાં ઈતિહાસન્ન મુનિશ્રી કલ્યાણવિજયજી પ્રભાવચરિના પ્રબન્ધ–પર્યાલોચનમાં જણાવે છે કે –
એજ પ્રત્યકાર વૃદ્ધવાદીના પ્રબંધમાં લખે છે કે “પાદલિપ્ત પ્રભુ અને ગુરુ વૃદ્ધવાદી વિધાધર વંશના ના, એ વાત ગિરનારના માની પ્રશસ્તિ ઉપરથી લખી છે. કાલકાચાર્યથી “વિધાધર' ગ૭નીકળ્યાની વાત દન્તકથાથી અધિક પ્રામાણિક જણાતી નથી. અને ગિરનારની પ્રશસ્તિ આજે વિધમાન નથી એટલે એ ઉપર પણ બહુ વજન ન મૂકી શકાય; છતાં એ વાત માની લઈએ કે પાદલિપ્તની ગુરુપરંપરાને ની સાથે વિધાધર શબ્દને પ્રયોગ થતો હતો, પણ એ પ્રયોગ થતો કેવી રીતે ? શાખા તરીકે, કુલ તરીકે કે ગ૭ તરીકે ? કલ્પ સ્થવિરવલીના લેખ પ્રમાણે આર્યસહસ્તીના શિષ્યયુગલ સુસ્થિત–સુપ્રતિબદ્ધથી Rળેલ કોટિગણની એક શાખાનું નામ “વિધાધરી” હતું. જે એજ
સ્થવિર–યુગલના શિષ્ય “વિધાધર ગોપાલથી પ્રકટ થઈ હતી અને વજન્મેનના શિષ્ય વિધાધર” થી “વિધાધરકુલની ઉત્પત્તિ થયાને પણ લેખ છે. આ વિધાધર સ્થવિર પટ્ટાવલિની ગણના પ્રમાણે વિક્રમ સંવત ૧૫૦ના વર્ષમાં વજસેનના પટ્ટધર થયા હતા અને એ જ વર્ષમાં આર્યનગહસ્તિ વજસેન પછી યુગપ્રધાન બન્યા હતા, અને ૬૯ વર્ષ પર્યન્ત યુગપ્રધાન પદ પર રહ્યા હતા. આથી એ આચાર્ય વિધાધરના સમકાલીન હોવા છતાં વિધાધર કરતાં અવસ્થામાં અને જ્ઞાનમાં અધિક સ્થવિર હશે એમ જણાય છે. આ સંગોમાં આર્યનાગહસ્તિ વજસેન-શિષ્ય “ વિધાધર'થી પ્રસિદ્ધ થયેલા વિદ્યા ધરકુલના સંભવતા નથી, ત્યારે હવે એમને વિધાધર ગોપાલની• વિધાધરીશાખા ના જ સ્થવિર ગણવા યુતિયુક્ત જણાય છે. પ્રાચીન સમયની કેટલીક શાખાઓ કાલાંતરે “કુલ "ના નામથી પ્રસિદ્ધ થઈ અને પછીના સમયમાં કુલ “ગ ”ના નામથી પ્રસિદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com