________________
: ૩૯ :
જીવનકથા
“હે ભદ્ર! સાંભળ, હું તારી રસસિધ્ધિ કે શુશ્રષાથી સંતુષ્ટ થયો નથી, પણ તારા પ્રજ્ઞાબળથી પ્રસન્ન થયો છું, કારણ કે પાદપ્રક્ષાલન માત્રથી વસ્તુનાં નામ કોણ જાણે શકે ? માટે હું તને વિદ્યા આપીશ પણ તું મને ગુરુદક્ષિણમાં શું આપીશ ?”
નાગાર્જુને કહ્યું કે “હે ભગવન ! આપ જે ફરમાવે તે આપવાને હું તૈયાર છું.'
ત્યારે ગુરુએ કહ્યું કે “હે નાગાર્જુન! તું વિધાસિદ્ધ થાય તેથી મારા મનને સંતેષ છે. હવે તને સત્ય અને પથ્ય કહીશ, માટે આ - ગાથા સાંભળ:
दीहरफणिंदनाले, महिहरकेसर दिसावहु दलिल्ले । उपियह कालभमरो, जणमयरदं तुमुहर पउमे ॥
ફણદ્રરૂ૫ લાંબા વાળવાળા, પર્વતસ્પ કેસરા અને દિશારૂપ અનેક પત્રવાળા એવા જગતરૂપ પદ્મ પર મોહ પામેલ કાલરૂપ ભ્રમર મનુષ્યરૂપ મકરંદું પાન કર્યા કરે છે.”
માટે તું વિશ્વ-હિતકારી એવા જૈન ધર્મનું શરણ સ્વીકાર”
નાગાર્જુને એ વચન અંગીકાર કર્યું, એટલે ગુરુએ તેને એક ખૂટતા ઓષધનું નામ કહ્યું તથા બધી ઔષધિઓને પાને બદલે ચેખાના ધાવણમાં વાટવાનું જણાવ્યું. એ પ્રમાણે કરતાં સિદ્ધ નાગાર્જુન ગરુડની જેમ આકાશમાગે ઊડીને યથેચ્છ સ્થાને જવા લાગ્યો.
પછી કૃત વિદ્યાસિદ્ધ એવા તેણે શત્રુંજય પર્વતની તળેટીમાં પાદલિપ્ત નામે નગર વસાવ્યું અને તેને પોતાના ગુરુના નામથી પાદલિપ્ત એવું નામ આપ્યું, જે આજે પાલીતાણાના નામથી મશહુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com