________________
= ૩૪ :
જીવનકથા
ગુણવંત આચાર્ય પર મત્સર લાવનાર પાંચાલકવિને રાજાના હુકમથી આકાશ અને તિરસ્કારપૂર્વક નગર બહાર કાઢવાને હુકમ કરવામાં આવ્યો, ત્યારે બંધુ સમાન સુંદર સ્નેહ ધરાવનાર અને મહાવિદ્યા છતાં મદરહિત એવા પાદલિપ્ત ગુરુએ તેને સન્માનપૂર્વક બચાવ્ય
:૯: અંતિમ આરાધના
. નિમિત્ત વિધાના જ્ઞાનથી પિતાનું અલ્પ આયુષ્ય બાકી રહેલું જાણુને પાદલિપ્તગુરુ નાગાર્જુનની સાથે વિમલાચલ પર આવ્યા અને ત્યાં યુગાદિદેવને વંદન કર્યા પછી એક એક શિલા આગળ જઈને તેનું પ્રમાર્જન કર્યું તથા તેના પર તૃણદિકને સંથારો કરીને અણુસણ આદર્યું. તેમાં મન, વચન અને કાયાની ચેષ્ટાઓને સર્વ પ્રકારે અટકાવી, પિતાના અંતઃકરણની સ્થિતિને સ્થિર અને સમાન કરી, બત્રીસ દિવસ સુધી મનને ધ્યાનમાં લીન રાખી, જીણું ઝુંપડી સમાન દેહને ત્યાગ કર્યો અને ઈશાનેન્દ્રના સામાનિક દેવ તરીકે ઉત્પન્ન થયા.
આ રીતે શ્રી પાદલિપ્તસૂરિની જીવનકથા સમાપ્ત થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com