________________
: ૩ર :
હવન કથા
, “હે રાજન ! આયુર્વેદમાં નિષ્ણાત એવા આકષિ એમ કહે છે કે-ખાધેલું પચી ગયા પછી ભોજન કરવું. ધર્મશાસ્ત્રમાં પારં- ગત. એવા કપિલમુનિ કહે છે કે–પ્રાણી પર દયા રાખવી. નીતિશાસ્ત્રમાં નિપુણ બ્રહસ્પતિને એ અભિપ્રાય છે કે સહુને શંકાની નજરે જોવા અને કામશાસ્ત્રમાં કાબેલ એવા પાંચાલ કવિ કહે છે કે સ્ત્રીઓની સાથે મૃદતા રાખવી.”
એ સાંભળી રાજાએ તેમની ખૂબ પ્રશંસા કરી અને તેમને પણું દાન આપ્યું, પરંતુ પાસે બેઠેલી ભોગવતી નામની વિદુષી વારાંગના તે વિષે એક અક્ષર પણ બેલી નહિ. આ જોઈને તે સંક્ષેપકવિઓએ કહ્યું કે “હે રાજન ! તમે અમારી પ્રશંસા કરી, પણ તમારે પરિવાર બિલકુલ ચૂપ કેમ છે ?” એટલે રાજાએ ભગવતીને કહ્યું કે
હે ભદ્રા ! તું આ કવિઓનાં વખાણ કર.” ત્યારે ભગવતીએ મુખ મથકોડીને કહ્યું કે “હું તે મહાકવિ, વિધાસિદ્ધ અને આકાશગામી એવા શ્રી પાદલિપ્તાચાર્ય વિના બીજા કોઈની સ્તુતિ કરતી નથી.”
એ સાંભળીને ત્યાં ઊભેલા કોઈ સંધિવિગ્રહકે કહ્યું કે “ગગનમાં ચાલનારા શુકપક્ષીઓ જેવા તે ઘણું વિકાને પડ્યા છે, પણ મણુ પામીને જે જીતે થાય. તેના પાંડિત્યને અમે માનીએ છીએ.” * ત્યારે જોગવતી બોલી કે એ કલા પશુ એમનામાં સંભવે છે, કારણ કે જેન મહર્ષિ ની જેમ અતુલ્ય પ્રભાવવાળા હોય છે.
એ કૌતુક જોવા સાતવાહન રાજાએ માનખેતપુરના કૃષ્ણસને કહેવડાવીને શ્રી પાદલિપ્તગુરુને પ્રતિષ્ઠાનપુર બોલાવ્યા અને એક સુંદર મકાનમાં ઉભો . 'સાતવાહન રાજાના દરબારમાં પાયાનામનિક કવિહત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com