________________
: ૨૮ :
જીવનકથા
છે !” પછી તેણે ઘેર પહોંચીને બધો વૃતાન્ત નાગાર્જુનને કહી સંભળાવ્યા અને પેલું પાત્ર હાથમાં મૂક્યું.
નાગાજુને અતિ ઉત્સુક્તાથી તે પાત્ર ખોલ્યું તે તેમાંથી મૂત્રની વાસ આવી; તેથી ખેદ પામીને તેણે એ પાત્રનો પત્થર પર, ઘા કર્યો અને તે ભાંગીને ભૂકો થઈ ગયું.
પછી ભેજન બનાવવા માટે દેવગે શિષ્ય ત્યાં જ અગ્નિ સળગાવ્ય, કારણ કે સિદ્ધપુરુષને પણ સુધા સહન કરવી દુર્લભ છે. એવામાં અગ્નિને યોગ થતાં પેલે પત્થર કે જેના પર મૂત્ર પડયું હતું. તે સુવર્ણ બની ગયું. આ જોઇને શિષ્ય ભારે આશ્ચર્ય પામે અને તેણે ગુરુને જણાવ્યું કે-“આ આચાર્ય પાસે અદ્ભુત સિદ્ધિ છે. કે જેના મૂત્રાદિને સંગ થતાં પત્થર પણ સુવર્ણરૂપ થાય છે.'
એ પ્રમાણે સાંભળતાં સિદ્ધ નાગાર્જુન મનમાં અતિશય આશ્ચર્ય પામ્યો અને ચિંતવવા લાગ્યો કે “મારી સિદ્ધિ શું માત્ર છે ? કયાં ચિત્રાવેલી અને કયાં કૃષ્ણમુંડી ? કયાં શાંકભરીનું લવણ અને ક્યાં વજકંદ ! દૂર દેશમાં ફરતાં અને ઔષધે એકત્ર કરતાં સર્વદા ભિક્ષાના ભજનથી મારો દેહ પણ પ્લાન થઈ ગયું છે, અને એ આચાર્ય તે બાલ્યાવસ્થાથી જ લોકોમાં પૂજાય છે અને આકાશગામિની વિધાથી મનના મને સિદ્ધ કરે છે. વળી તેમના દેહમાં પણ એવી લબ્ધિ રહેલી છે કે જેના મૂત્રાદિકના વેગથી પત્થર પણ સુવર્ણન બની જાય છે, તે એની શી વાત કરવી ?” એમ. વિચારી તેણે પોતાના રસ-ઉપકરણોને બાજુએ મૂકી દીધાં અને ગુરુ પાસે ગયો તથા મદરહિત બનીને પૂર્ણ વિનયથી નમસ્કાર કરતાં બોલ્યો કે “ હે નાથ ! દેહસિદ્ધ અને સ્પૃહાને જીતનાર એવા આપને જેવાથી મારે સિદ્ધિને ગર્વ સર્વથા ગળી ગયો છે, માટે હું આપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com