________________
વિઘાદાન
: ર૭ :
લાગ્યો. અનુક્રમે હરતાલનું સત્ત્વ, ગંધકનું ચૂર્ણ, અભ્રકને દ્રવ તથા પારાનું જારણ-મારણ જાણવામાં તે અસાધારણ નીવડ્યો અને સહસ્ત્રી, લક્ષ અને કોટિપુટ રસાયન બનાવવામાં નિપુણ નિવડ્યો.
આ નાગાર્જુને શ્રીપાદલિપ્તગુરુની ખ્યાતિ સાંભળી હતી અને એ પણ જાણ્યું હતું કે તેઓ કેટલાક પ્રકારની વિધિઓને પગ ઉપર લેપ કરીને તેના બળથી આકાશમાર્ગે ગમન કરતા હતા. આવા સમર્થ સિદ્ધ પુરુષનું પિતાના નગરમાં આગમન થયેલું જાણુને તે અત્યંત રાજી થયું અને તેમની પાસેથી કોઈ પણ પ્રકારે આકાશગામિની શક્તિને લેપ મેળવી લે એવા નિર્ણય પર આવ્યો. પછી તેણે એક ઉત્તમ પાત્રમાં સિદ્ધરસ ભરીને પિતાના એક શિષ્યને તેમની આગળ મોકલ્યો.
એટલે ગુરુ બેલ્યા-“મને આપવા માટે આ સિદ્ધરસ મેકલ્ય છે? અહે! તેને મારા પ્રત્યે કેટલો બધે સ્નેહ!” પછી તેઓ જરા હસ્યા અને તે પાત્ર હાથમાં લઈને તેને સામી ભી તે અફાવ્યું એટલે તેના ટૂકડેટુકડા થઈ ગયા. આ જોઈને પાત્ર લઈ આવનારે નાગાજુનને શિષ્ય અતિ ખેદ પામે. ત્યારે ગુરુએ તેને કહ્યું કે “હે ભદ્ર! તું ખેદ ન પામ. તને શ્રાવક પાસેથી સારું ભજન અપાવીશ.” પછી તેને શ્રાવકો પાસેથી સારું ભોજન અપાવ્યું અને જ્યારે તે પાછે જવા લાગ્યો, ત્યારે ગુરુએ એક કાચનું પાત્ર મૂત્રથી ભરીને-તેનું મોટું બંધ કરીને–તેને આપ્યું અને જણાવ્યું કે “આ પાત્ર નાગાર્જુનને આપજે.”
નાગાર્જુનને શિષ્ય માર્ગમાં વિચાર કરવા લાગ્યું કે “મારે ગુરુ ખખર મૂર્ખ લાગે છે કે જે આની સાથે સ્નેહ કરવાને ઈચછે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com