________________
જીવનકથા
પહોંચ્યા છે, ત્યારે તેઓ ભય પામીને શાંત થઈ ગયા અને તેમણે જેન સંધની સતામણી કરવાનું છોડી દીધું. શ્રી પાદલિપ્તસૂરિને સર્વત્ર જયજયકાર થયે.
: ૭:
નાગાર્જુનને વિદ્યાદાન વિવિધ તીર્થોની યાત્રા કરીને શ્રી પાદલિપ્ત ગુરુ સૌરાષ્ટ્રમાં આવ્યા અને અનુક્રમે ટંકાપુરી પધાર્યા. ત્યાં રસસિદ્ધિ જાણનારાઓમાં મુખ્ય એવો સિદ્ધનાગાર્જુન વસતે હતે. તેનું પૂર્વવૃત્તાંત આ પ્રમાણે છે;
ક્ષત્રિમાં મુગટ સમાન અને યુદ્ધકર્મમાં કુશલ એ સંગ્રામ નામે એક ક્ષત્રિય હતું. તેને સુવ્રતા નામે પત્ની હતી. તેણે સહસ્ત્રફણા ” શેષનાગના સ્વનથી સૂચિત થયેલા એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ નાગાર્જુન પાડવામાં આવ્યું. તે ત્રણ વરસને થયે ત્યારે બાળકો સાથે રમત કરતાં એક બાળસિંહને વિદારી તેમાંથી કંઈક ભક્ષણ કરતે તે પોતાને ઘેર આવ્યા, ત્યારે પિતાએ કહ્યું કે “હે વત્સ! આપણુ ક્ષત્રિયકુળમાં નાખવાના પ્રાણીનું ભક્ષણ કરવાની મનાઈ છે.” એવામાં ત્યાં એક સિદ્ધપુરુષ આવ્યા, તેમણે કહ્યું કે “હેનરોત્તમ! તું આ પુત્રના કર્મથી વિષાદ ન પામ. જેનું રહસ્ય પામવું અશકય છે, એવા સૂત્રના રહસ્યને એ જ્ઞાતા થશે.”
* પછી તેજ વડે સૂર્ય સમાન, ઉદ્યમી અને સાવધાન એ નાગાજુન બાલ્યવયમાં જ અદ્દભુત કળાવાળા વૃદ્ધ પુરુષને સંગ કરવા લાગ્યો અને જરા મેટો થયે કે પર્વત અને જંગલમાં જઈને વનસ્પતિઓને ઓળખવા લાગે. એમ કરતાં તે વનસ્પતિઓને ભારે હસ્યજ્ઞાતા થયે અને રસસિદ્ધિ કરનાર ઔષધિઓને સંગ્રહ કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com