________________
: ૨૪ :
જીવના
મુનિએ જ્યારે આ પ્રમાણે કહ્યું, ત્યારે દિવ્યવાણું પ્રગટ થઈ કે એ બ્રાહણે દીક્ષા ગ્રહણ કરે તે જ મુક્ત થઈ શકે, અન્યથા નહીં. પછી પાણી છાંટતા તે બ્રાહ્મણની વાચા ઉપડી અને વ્રતની વાત. પૂછતાં તેમણે એ વચન અંગીકાર કર્યું, કારણ કે પિતાના જીવિતને કોણ નથી ઈચ્છતું ?” ત્યારે મહેન્દ્ર મુનિએ કણેરની બાજી રોટી ફેરવીને કહ્યું કે “ઉઠે,” એટલે બધા ઉડીને ઊભા થયા.
પછી રોમાંચિત થએલ શ્રીસંધ સાથે રાજાએ કરેલ મહત્સવપૂર્વક મહેન્દ્ર મુનિ ઉપાશ્રયે આવ્યા.
હવે તે બ્રાહ્મણ દીક્ષા લેવાને તત્પર થયા, ત્યારે મહેન્દ્ર મુનિએ કહ્યું કે “એ બધું આર્ય ખપૂટાચાર્ય કરશે.” તે સાંભળીને શ્રીસલે કહ્યું કે “તમે પિતે આવા પ્રભાવશાળી છે, ત્યારે તમારા ગુરુ કેવા હશે ?” એટલે મહેન્દ્ર મુનિએ જણાવ્યું કે તેમની આગળ હું કોણું માત્ર ? ”
પછી શ્રીસંઘે અનુમતિ આપતાં ઉપાધ્યાય મહેન્દ્ર તે બ્રાહ્મણોને લઇને તેમના ગુરુ આર્ય ખપૂટાચાર્ય પાસે આવ્યા, એટલે તેમણે દીક્ષા આપી. એ પ્રમાણે આર્ય ખપૂટાચાર્યે જિમ શાસનની પ્રભાવના કરી અને ઉપાધ્યાય મહેન્દ્ર અદ્દભુત પ્રસિધ્ધિ પામ્યા.
આ પરમ પ્રભાવક ઉપાધ્યાય પાસેથી શ્રી પાદલિસ ગુરુને સિધ્ધપ્રાભૃત વિધાની પ્રાપ્તિ થઈ
આમ અનેક વિધાથી અલંકૃત થએલા શ્રી પાદલિપ્ત ગુરુ જનતાને જૈન ધર્મને બેધ પમાડતાં પુનઃ ભાનખટપુર પધાર્યા અને. ત્યાં જ ચાતુર્માસ રહ્યા. અહીં તેમણે પાદલિપ્ત–પાલિત્તી નામની એક ગૂઢ ભાષા બનાવી છે જેમ મર્મ પંડિતજને પણ મહામુશ્કેલીથી પામવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com