________________
: ૨૨ :
જીવનકથા
વસતા જૈન સંઘને હુકમ કર્યો કે “તમારે હમેશાં બ્રાહ્મણને નમસ્કાર કરવ, નહિ તે તમારે વધ કરવામાં આવશે. ”
આ આજ્ઞાથી જૈન મુનિઓ વિચાર કરવા લાગ્યા કે દેહનો ત્યાગ થાય, તેથી આપણને કંઈ દુઃખ થતું નથી, પણ શાસનની હીલનાથી આપણું હદય અત્યંત દૂભાય છે. તે વખતે ત્યાં રહેલા આચાર્યે કહ્યું કે “આર્ય ખપૂટાચાર્યના મહેન્દ્ર નામે મુખ્ય શિષ્ય સિધ્ધ પ્રાભૃત વિધાથી અલંકૃત છે, માટે શ્રી સંધ ભૃગુક્ષેત્રમાં બે ગીતાર્થ મુનિઓને મેકલી તેમને અહીં લઈ આવે. જે તેઓ અહીં આવશે તે આ બાબતનો પ્રતિકાર થઈ શકશે.'
શ્રી સંઘે તે પ્રમાણે કર્યું. એટલે આર્ય ખપૂટાચાર્યે ઉપાધ્યાય મહેન્દ્રને પાટલિપુત્ર જવાની આજ્ઞા કરી અને જતી વખતે કણેરની બે સેટીઓ મંત્રી આપી.
ઉપાધ્યાય મહેન્દ્ર પાટિલપુત્રમાં આવીને દાહડ રાજાને કહ્યું કે તમારી આજ્ઞા અમને પ્રમાણે છે, પરંતુ જ્યોતિષીઓએ એવું મુહૂર્ત જેવું જોઈએ કે-જે ભવિષ્યમાં સુખકારી નીવડે.' તેમનું આવું વચન સાંભળીને રાજા દાહડ મનમાં અભિમાન લાવીને વિચાર કરવા લાગ્યો કે “અહો ! આવા અપૂર્વ કાળમાં પણ મારી સત્તા કેવી ચાલે છે?”
પછી જ્યોતિષીઓએ પોતાની બુધ્ધિ અનુસાર મુહૂર્ત કાઢતાં ત્યાં બિરાજતા બધા સાધુઓ અને શ્રી સંધસમેત ઉપાધ્યાય મહેક સભામાં આવ્યા. તે વખતે સુશોભિત સિંહાસન ઉપર યાજ્ઞિકે, દીક્ષિત વેદપાધ્યાય, હમ કરનારાઓ, સંધ્યા અને પ્રભાતનું વ્રત કરનારાઓ,
સ્માત, ગોર વગેરે અનેક પ્રકારના બ્રાહ્મણે બેઠેલા જોવામાં આવ્યા એિટલે મહેન્દ્ર મુનિએ કહ્યું કે “હે રાજન્ ! આ કાળ અમને અપવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com