________________
વિવિધ વિદ્યાઓની પ્રાપ્તિ
: ૨૩ :
લાગે છે. અમે પ્રથમ પૂર્વ ભણી બેઠેલાઓને નમસ્કાર કરીએ કે પશ્ચિમ ભણું બેઠેલાઓને ?' એમ કહીને તેમણે પ્રથમ પ્રકારની કણેરની સોટી બ્રાહ્મણની સામે ધરી કે તેઓ નિષ્ટ બનીને જમીન પર પડી ગયા. આ દશ્ય જોતાં જ રાજાનું મુખ ઉતરી ગયું અને તે મહેન્દ્ર મુનિના ચરણે પડીને કહેવા લાગ્યું કે “હે મહાવિધાશાળી ! અમારું રક્ષણ કરે અને કૃપા કરીને અમારો આ એક અપરાધ ક્ષમા કરે, કારણ કે સંતપુરુષે વિનતિ-વત્સલ હોય છે. તમે આ બ્રાહ્મણોને વિતદાન આપે.'
એ સાંભળી મહેન્દ્ર મુનિએ કહ્યું “પિતાની શક્તિને નહિં જાણનાર હે રાજન ! તને આ મિથ્યા કદાગ્રહ કે લાગે ? જો કે આનંદ અને જ્ઞાનસ્વરૂપ શ્રી જિનેશ્વર દેવ મોક્ષપદને પામ્યા છે, તે પણ તેમના અધિષ્ઠાયક દેવે સદા જાગ્રત હોય છે. એક પંચમહાવ્રતધારી સાધુ ગૃહસ્થાશ્રમમાં રહેલા એવા સામાન્ય બ્રાહ્મણને ધી રીતે પ્રણામ કરે ? તેથી કોપાયમાન થયેલા દેએ આ શિક્ષા કરેલી છે, તેમાં મેં કંઈપણ પ્રકોપ કરેલ નથી, કારણ કે મારા જેવાનું ભૂષણ તે ક્ષમા જ છે.'
ત્યારે રાજાએ પુનઃ વધારે આગ્રહ કરીને કહ્યું કે હે ભગવન ! તમે જ મારા દેવ, ગુરુ, પિતા, માતા, અને શરણરૂપ છે. વિશેષ કહેવાથી શું ? હે જીના જીવનરૂપ! અમને જીવાડવાની કૃપા કરે.”
એટલે મહેન્દ્ર મુનિએ કહ્યું “હે ભૂપાલ! કુપિત થયેલા દેવોને હું શાંત કરીશ.” પછી તેઓ દેવ-દેવીઓને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે “હે વિધાદેવીઓ! હે યક્ષો અને યક્ષિણીઓ ! હું તમને કહું છું કે આ રાજાના અજ્ઞાનથી બ્રાહ્મણોએ જિનશાસનને જે અપરાધ કર્યો છે, તેને તમે ક્ષમા આપે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com