________________
પ્રથમ: સ: इत्युक्तवति सत्यस्मिन्, रत्नचन्द्रोऽवदत्तथा । मुञ्च घातं तथा चक्रे, योगिनाऽन्योऽप्यवञ्चयत् ॥६०॥ कापालिकप्रहारेऽथ, वितथे रत्नचन्द्रमाः । तदायु:कमलं खड्गधारांशुभिरमीलयत् ॥६१।। विच्छिद्य बन्धसम्बन्धं, प्रेमबन्धं प्रपञ्चयन् । उवाच कन्यकामेनां, कुतस्त्वं कास्ययं च कः ? ॥६२।। तद्वीक्ष्य जातमन्दाक्षा, पद्माक्षी साऽब्रवीदिति । समस्ति नगरी चम्पा, गतकम्पा रिपुव्रजात् ॥६३॥
ઉજ્જવલ ચંદ્રહાસ ખડ્ઝ તારી કલુષિત વાણીના આચારની શુદ્ધિ કરશે. (૫૯)
આ પ્રમાણે તે યોગીનું વચન સાંભળીને રત્નચંદ્ર બોલ્યો કે :“મારા ઉપર તું પ્રથમ શસ્ત્રનો પ્રહાર કર” એટલે તેણે પ્રહાર કર્યો. રત્નચંદ્ર તે પ્રહાર ચૂકાવી દીધો. અર્થાત્ નિષ્ફળ કર્યો. (૬૦)
પછી કાપાલિકનો પ્રહાર વ્યર્થ જતા રત્નચંદ્ર પોતાના ખડ્વરૂપ ધારાનાં કિરણથી તેનું આયુષ્યરૂપ કમળ બંધ કરી દીધું. અર્થાત્ તે યોગીને મરણશરણ કર્યો. (૬૧)
પછી તે બાળાના અન્ય બંધનને છેદીને પ્રેમબંધનને રચતાં રત્નચંદ્ર તે કન્યાને પૂછ્યું કે :- હે ભદ્ર ? તું કોણ છે ! અને અહીં ક્યાંથી આવી છે ? તથા આ યોગી કોણ છે (૬૨)
આ પ્રમાણેનો પ્રશ્ન સાંભળી પોતાના લોચનને મંદ કરીને તે પદ્માક્ષી બોલી કે - શત્રુસમૂહથી નિર્ભય એવી ચંપા નામે નગરી છે, (૬૩)