________________
દ્વિતીયઃ સઃ
तेषां मध्याद् दानधर्मः, पृथक्कृत्य वितन्यते । यः सिषेवे जिनाधीशैरावर्षं हर्षवर्षिभिः ॥३३।। सर्वेषामपि जीवानां, देहः सुकृतसाधनः । पुद्गलैः स तु निष्पन्न, आहाररससंभवैः ॥३४॥ आहारैः प्राशुकैर्ये तु, दानं ददति साधवे । ते सौख्यभाजिनो राजन् !, भवन्ति जिनदत्तवत् ॥३५।। तथाहि पुष्करद्वीपे, पुरी चन्द्रकलाह्वया । अभिधानविधानाभ्यां तत्र राजा परन्तपः ॥३६।। तस्य सोमायशोवत्यौ, हरस्येवाऽद्रिजह्वजे ।
अमेयरूपलावण्ये, पट्टदेव्यौ बभूवतुः ॥३७॥ છે. કારણ કે હર્ષને વર્ષાવનારા એવા શ્રીજિનેશ્વરોએ પણ તેનું એક વર્ષ પર્યન્ત સેવન કર્યું હતું. (૩૩)
સર્વ પ્રાણીઓનો દેહ એ સુકૃતનું સાધન છે. અને તે આહારના રસથી પેદા થયેલા પુદ્ગલોથી જ નિષ્પન્ન થયેલ છે. (૩૪)
માટે જેઓ સાધુઓને પ્રાસુક આહારનું દાન આપે છે, તેઓ હે રાજનું ! જિનદત્તની જેમ સુખના ભાજન થાય છે. (૩૫)
દાનધર્મ ઉપર જિનદત્તની કથા. પુષ્કરવરદ્વીપમાં ચંદ્રકલા નામે નગરી છે. ત્યાં નામ અને ગુણથી પરંતપ (તીવ્ર તેજપ્રતાપવાળો) નામે રાજા રાજ્ય કરતો હતો. (૩૬)
શિવને જેમ પાર્વતી અને ગંગા તેમ તેને અમિતરૂપ અને અગણ્ય લાવણ્યયુક્ત સોમા અને યશોમતી નામે બે પટ્ટરાણી હતી, (૩૭)