________________
२२२
श्री मल्लिनाथ चरित्र तस्या निरीक्षणे कार्यः, कोऽप्युपायो विशारदाः ! । ते प्रोचुर्देव ! नगरबाह्येऽस्ति पुरदेवता ॥४६९।। कार्यं नृत्यं मन्त्रिपत्न्या, मन्त्रिण्याऽऽतोद्यवादके । पुरो देव्याः पुरः पौरैर्देवेन ज्ञायते यथा ॥४७०॥ भवत्वेवं नृपः प्रोच्य, द्वितीयेऽह्नि महीपतिः । पुरतः कथयामास, तमादेशं मनोगतम् ॥४७१॥ क्षुद्राऽऽदेशमिमं श्रुत्वा, गत्वौकसि सविस्मयः । अशेत मन्दिरस्यान्तश्चिन्तासन्तानतापितः ॥४७२॥ मन्त्री खेदपरो धात्र्या, पृष्टः प्रोचे महत्तमः ।
क्षुद्राऽऽदेशस्य पृथ्वीशो, धात्रि ! पात्रीचकार माम् ॥४७३।। હવે ત્યાં જઈને તેણે પોતાના સેવકપુરુષોને કહ્યું કે “પ્રધાનની પત્ની જાણવામાં ન આવી. (૪૬૮)
માટે હે વિચક્ષણો ! તમે તેને જાણવાનો કોઈ ઉપાય શોધી કાઢો. એટલે તેઓ બોલ્યા કે, હે દેવ ! નગરની બહાર પુરદેવી છે. (૪૬૯)
તેની આગળ મંત્રી વાદ્ય વગાડે અને તેની પત્ની નૃત્ય કરે એમ કરાવો કે જેથી આપના અને નગરજનોના તે જાણવામાં આવે. (૪૭૦).
આ સાંભળી “સારૂં” એમ કહીને બીજે દિવસે રાજાએ પોતાના મનનો આદેશ મંત્રીની આગળ જાહેર કર્યો. (૪૭૧) - રાજાનો એવો ક્ષુદ્ર આદેશ સાંભળીને મંત્રી વિસ્મય પામ્યો. પોતાના આવાસમાં જઈ ચિંતાની પરંપરાથી સંતપ્ત થયેલો તે સૂઈ ગયો. (૪૭૨)
એટલે મહત્તમ મંત્રીને ખેદ પામેલા જાણીને ધાત્રીએ તેનું કારણ પૂછ્યું.