________________
२५०
श्री मल्लिनाथ चरित्र ततस्ते साधवः साधुधर्मतत्त्वमुपादिशन् । श्रामण्यमेष जग्राह, पापपङ्कनदीरयम् ॥६०६॥ यस्मिन्नह्नि स्वतोऽन्यस्मादपि स्मर्तास्मि पातकम् । तत्र तत्रैव नो भोक्ष्ये, कृतपर्वतपा इव ॥६०७।। कर्तास्मि क्षान्तिमक्षूणामित्याभिग्रहयोर्युगम् । अग्रहीदेष शुद्धात्मा, भववैराग्यरङ्गितः ॥६०८॥ अथावस्कन्दिते ग्रामे, तस्मिन्नेव कुशस्थले । विजहार महासत्त्वः, कर्मक्षयकृताग्रहः ॥६०९।। विधायैष महापापी, नटवद् वेषमोचनम् ।
पुनर्मुण्टयितुं ग्राममाययौ हेरिकोपमः ॥६१०।। કારણ કે પ્રાયશ્ચિત્તના રહસ્યજ્ઞાતા મુનિઓ સર્વ સાધારણ (સર્વ જીવ પર સમાન ભાવવાળા) હોય છે. (૬૦૫) - તે સાંભળીને સાધુઓએ તેને સાધુધર્મનો ઉપદેશ આપ્યો. એટલે પાપાંકને દૂર કરવા નદીના પ્રવાહ સમાન શ્રમણ્યપણું તેણે અંગીકાર કર્યું (૬૦૬)
અને સંસારઉપર વિરાગી બનેલા તે શુદ્ધાત્માએ આ પ્રમાણે અભિગ્રહ લીધો કે, “જ્યાં સુધી મારા પોતાનાથી કે બીજાથી પણ મારૂં કરેલ પાપ યાદ આવે ત્યાં સુધી મારે પર્વ દિવસે કરેલા તપની જેમ આહાર ન લેવો અને અક્ષીણ એવી ક્ષમા ધારણ કરવી.” (૬૦૭-૬૦૮)
પછી પૂર્વે પરાભવ પમાડેલ તેજ કુશસ્થલ નગરમાં જ મહાસત્ત્વશાળી અને કર્મક્ષય કરવામાં તત્પર એવા દઢપ્રહારી મુનિ વિચરવા લાગ્યા. (૬૦૯)
તેમને જોઈ નગરવાસીઓ વિચારવા લાગ્યા કે, “હેરિક