________________
३७०
श्री मल्लिनाथ चरित्र भद्र ! सौधर्मशक्रेण, संस्तुतोऽसीति पर्षदि । त्रिदशैरपि स्वधर्मादचाल्योऽर्हन्नयः सुधीः ॥५७।। तत्प्रशंसामिमां श्रुत्वा, परीक्षार्थमिहाऽऽगमम् । ममेदृक् चेष्टितं सर्वं, क्षमस्व करुणानिधे ! ॥५८॥ शिलोच्चय इवासि त्वं, मनागपि न कम्पितः । मत्तस्य दन्तिनो दन्तघातेनेव मया ननु ॥५९।। दिव्यं कुण्डलयोर्द्वन्द्वं तस्मै दत्त्वा स नाकसद् । संहृत्य मेघवातादि, तिरोऽभूदभ्रगेन्दुवत् ॥६०॥ क्षेमेणाऽर्हन्नयो वाधि, तीर्खा गोष्पदवत् क्रमात् । गृहीताऽशेषभाण्डौघो, नगरी मिथिलां गतः ॥६१॥ ધ્યાનથી જરાપણ ચલાયમાન ન થયો. શું ? મેરૂપર્વત પવનથી કંપે ખરો ? (પ૬).
પછી પ્રગટ થઈને તે દેવ બોલ્યો કે, “હે ભદ્ર ! સૌધર્મેન્દ્ર સભામાં તારી સ્તુતિ કરી કે – અન્નય શ્રાવકને સ્વધર્મથી કોઈ દેવ પણ ચલાયમાન કરી શકે તેમ નથી.” (૫૭)
આવી પ્રશંસા સાંભળીને હું અહીં તારી પરીક્ષા કરવા આવ્યો હતો. પણ તેમાં તું પાસ થયો છે. માટે હે કરૂણાનિધાન ! મારો આ અપરાધ ક્ષમા કર. (૫૮).
મદોન્મત્ત હસ્તીના દંતઘાતથી પર્વતની જેમ મારાથી તું લેશમાત્ર પણ ચલાયમાન થયો નથી.” (૫૯)
પછી તે દેવે તેને દિવ્યકુંડળની બે જોડ આપીને અને મેઘ તથા વાયુ સંહરીને મેઘમાં છૂપાયેલા ચંદ્રની જેમ અદશ્ય થઈ ગયો. (૬૦)
અહંન્નય શ્રાવક અનુક્રમે ખાબોચીયાની જેમ સુખપૂર્વક સમુદ્રનું