________________
४१२
श्री मल्लिनाथ चरित्र मत्रमत्यः पातालवासिभिस्तैरुपागतैः । एकत्रैव कृतवती, त्रिलोकी कौतुकादिव ॥२५९।। मिथिलामण्डनं राजगन्धर्वा नवगीतिभिः । अगायंस्त्रिजगन्नाथगुणग्रामाननेकधा ॥२६०॥ इभ्यसामन्तवर्गाणां, संमर्दाद् गलितच्युतैः । हारै रचितपूजेव, पूरभूत् सर्वतोमुखी ॥२६१॥ निर्ममोऽपि जगन्नाथो, मङ्गलानि पदे पदे । प्रतीयेषाऽनुचराणां, सेवास्थितिविदो जिनाः ॥२६२।। कांश्चिन्नमस्यतो देवानाकाशे भुवनाधिपः ।
कृतार्थान् विदधे स्मेरनयनाम्भोजवीक्षणैः ॥२६३।। કૌતુકથી ત્રણે લોક એકત્ર થયા હોય તેમ લાગતું હતું. (૨૫૯)
મિથિલાના મંડનરૂપ રાજાના ગવૈયાઓ પણ નવીનવી ગતિથી ભગવંતના અનેકરીતે ગુણગાન કરવા લાગ્યા (૨૬૦)
ઇભ્યજનો (શ્રેષ્ઠીઓ) અને સામંતવર્ગની પરસ્પર અથડામણથી તૂટીને પડી ગયેલા હારોથી જાણે સર્વત્ર નગરીની પૂજા થયેલી હોય એવો દેખાવ થઈ રહ્યો. (૨૬૧)
એ વખતે ભગવંત નિર્મમ છતાં પણ પગલે પગલે સેવકજનોના મંગળોને સ્વીકારવા લાગ્યા. કારણ કે - શ્રીજિનેશ્વરી પણ સેવાસ્થિતિ જાણનારા હોય છે. (૨૬૨)
આકાશમાં રહી નમસ્કાર કરતાં કેટલાક દેવોને ભગવંત વિકસિત નેત્રકમળથી નિહાળીને કૃતાર્થ કરવા લાગ્યા. (૨૬૩)
એ રીતે સુરાસુર માનવોથી કરાતા મહોત્સવપૂર્વક ભવવાસના