Book Title: Mallinath Charitra Mahakavya Part 01
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala
View full book text
________________
४१८
अथ च्छत्रायमाणस्याऽशोकद्रोः प्रवरे तले । अप्रमत्त प्रतिमायां श्रीजिनो लम्बिभुजद्वयः ॥ २८९ ॥
अप्रमत्तः संयतादिगुणस्थानानि तत्क्षणम् । आश्रित्य घातिकर्माणि, पुप्लोष ध्यानपावके ॥ २९०॥
तस्मिन्नेव क्षणे विश्वभर्तुर्विश्वप्रकाशकम् । उत्पेदे केवलज्ञानं, सर्वपर्यायतत्त्ववित् ॥ २९९ ॥
श्री मल्लिनाथ चरित्र
अथ क्षणात् सहस्राक्षः, प्रयुक्तावधिना स्वयम् । उत्पन्नं केवलज्ञानमज्ञासीदुक्तवत् तदा ॥२९२॥
अपनिन्युर्हरेराज्ञाविधेर्वायुकुमारकाः । योजनप्रमिते क्षेत्रे, तृणकाष्ठादि विस्तृतम् ॥ २९३ ॥
પછી છત્રાકારે રહેલ અશોકવૃક્ષની નીચે ભૂજા લાંબી કરીને ભગવંત પ્રતિમાએ-કાઉસ્સગધ્યાને રહ્યા. (૨૮૯)
એટલે અપ્રમત્ત સંયતાદિ ગુણસ્થાનોનો આશ્રય કરનારા પ્રભુના ધ્યાનરૂપ અગ્નિમાં ઘાતિકર્મો ભસ્મીભૂત થઈ ગયા (૨૯૦)
અને તેજ વખતે સર્વ દ્રવ્ય-ગુણ પર્યાયને જણાવનારૂં અને વિશ્વપ્રકાશક એવું કેવળજ્ઞાન પ્રભુને ઉત્પન્ન થયું. (૨૯૧)
સમવસરણ રચે સુર-દેશના દે જિનભાણ.
અવધિજ્ઞાનના ઉપયોગથી પ્રભુને ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન તરત જ ઇંદ્રના જાણવામાં આવ્યું. (૨૯૨)
એટલે ઇંદ્રના આદેશથી વાયુકુમાર દેવોએ યોજનપ્રમાણ ભૂમિમાં રહેલ તૃણકાષ્ઠાદિ સર્વ દૂર કર્યું. (૨૯૩)
મેઘકુમાર દેવોએ જાણે શુદ્ધ સ્વાતિનક્ષત્રમાં ઉત્પન્ન થયેલ હોય

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460