________________
પં : :
४२३ पुरस्ताद् बन्दिभिरिव, विर्जयेति विभाषकैः । अमरैर्दीमानाऽध्वा, देवीभिर्गीतमङ्गलः ॥३१४॥ पूर्वद्वारात् प्रविश्योच्चैरूचैत्यद्रोश्च प्रदक्षिणाम् । विदधेऽवश्यकार्याणि, जिना अपि वितन्वते ॥३१५॥ नमस्तीर्थायेति वचो धीरधीरमुदीरयन् । दिव्यसिंहासने तस्थौ, कुम्भाङ्कः कुम्भभूर्जिनः ॥३१६।। कन्दर्पजनयं नाथ !, त्वां दृष्ट्वाऽशोकपादपः । નૃત્યતિ વર્તઃ ત્રે: સતીત્તમવ પળમ: રૂઉછા -
આગળ બંદીજનોની જેમ વારંવાર જય જય શબ્દ બોલતા દેવો જેમને માર્ગ બતાવી રહ્યા છે અને દેવીઓ જેમના મંગલગીતો ગાઈ રહી છે. (૩૧૪)
એવા ભગવંતે પૂર્વદ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા આપી, કારણ કે, “અવશ્ય કરવાનું તો શ્રીજિનેશ્વરો પણ કરે છે.” (૩૧૫)
પછી “ધર્મતીર્થને નમસ્કાર હો” એમ ગંભીર અને ધીર વચનથી બોલતા અને જેમને કુંભનું લાંછન છે એવા ભગવંત દિવ્યસિંહાસન પર પૂર્વ સન્મુખ બિરાજમાન થયા. (૩૧૬)
ઇંદ્ર મહારાજે કરેલી ગુણગણસ્તવના. તે વખેત ઈંદ્ર ભગવંતની આ પ્રમાણે સ્તુતિ કરી, મન્મથનું મથન કરનારા હે નાથ ! આપને જોઈ અશોકવૃક્ષ પોતાના ચંચળ પત્રરૂપ હસ્તો ઉછાળી જાણે લીલા સહિત નૃત્ય કરતું હોય તેમ ભાસે છે. (૩૧૭) | દિવ્યધ્વનિના રસાસ્વાદમાં લુબ્ધ અને તેમાં જ અંતર એકતાન