Book Title: Mallinath Charitra Mahakavya Part 01
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala
View full book text
________________
પંચમ: સ
श्रीमन्मल्लिजिनाधीशः, पञ्चभिर्मुष्टिभिः स्वयम् । केशानुत्पाटयामास, मूर्तिमद्विषयानिव ॥ २७४ ॥
प्रत्यैच्छत् त्रिदशाधीशः, स्वामिदत्तप्रसादवत् । अब्दमुक्तोम्बुवत् पृथ्वी, निजचेलाञ्चलेन सः ॥ २७५॥
अद्रिभित्स्वामिनः केशान्, कज्जलश्यामलश्रियः । પ્રાક્ષિપત્ ક્ષીરપાથોષી, નિર્મતીરાય વા ર્ાા वेगात् तत्रैत्य सद्भक्तिरूर्ध्वकृतकरद्वयः । तुमुलं वारयामास, वासवो नटवद् नृणाम् ॥ २७७॥
उक्त्वा सिद्धनमस्कारं, सामायिकमथोच्चरन् । चारित्रं जगृहे स्वामी, मुक्तिसंवनननौषधम् ॥२७८॥
४१५
સાક્ષાત્ વિષયોની જેમ પંચમુષ્ટિથી કેશનો લોચ કર્યો. (૨૭૪)
એટલે મેઘથી મુક્ત થયેલ પાણી જેમ પૃથ્વી ગ્રહણ કરે, તેમ ભગવંતે આપેલા પ્રસાદની જેમ ઇંદ્રે તે કેશોને પોતાના વસ્ત્રના છેડામાં ગ્રહણ કર્યા. અને ભગવંતના કજ્જલ જેવા શ્યામ કેશને નિર્મળ કરવાને ઇચ્છતા હોય તેમ તેણે ક્ષીરસાગરમાં જઈને ક્ષેપ્યા. (૨૭૫-૨૭૬)
પછી સત્વર પાછા આવીને સદ્ભક્તિપૂર્વક નટની જેમ બંને હાથ ઉંચા કરી ઇંદ્ર માણસોને કોલાહલ કરતા અટકાવ્યા (૨૭૭)
એટલે શ્રીસિદ્ધભગવંતને નમસ્કાર કરીને સામાયિકનો ઉચ્ચાર કરતાં ભગવંતે મુક્તિવધુને વશ કરવાના ઔષધરૂપ ચારિત્ર અંગીકાર કર્યું (૨૭૮)
તે વખતે કેવળજ્ઞાનના લાભનો જાણે અનઘ સત્યંકાર (કોલ)

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460