________________
પંચમ: :
शीतांशुकरमित्राणि, पूर्णपात्राणि काश्चन । विदधुः करराजीवे, यशांसीव जगद्गुरोः ॥२५५।। स्वाम्यङ्कपूर्णकुम्भस्य, स्पर्धिनः काश्चिदङ्गनाः । પૂર્વમાન્ રોડે, રઘુ: શ્રેય:ોપમનું રદ્દા तत्र काश्चित् प्रनृत्यन्ति, जातपुत्रोत्सवा इव । गोत्रवृद्धा इव जगुर्मङ्गलान्यपि काश्चन ॥२५७॥ सुरेन्द्राणां चतुःषष्टिनाट्यानीकैः प्रभोः पुरः । नाट्यानि चक्रिरे व्योम्नि, गन्धर्वनगराणि वा ॥२५८॥
માંગલિક પદાર્થ) અને કેટલીક શુક્લધ્યાનના લવ સદશ અક્ષત ભગવંતના મસ્તક ઉપર ઉછાળવા લાગી. (૨૫૪).
કેટલીક સુંદરીઓ ભગવંતનો જાણે યશ હોય તેવા ચંદ્રમાં સમાન પૂર્ણપાત્રો પોતાના હસ્તકમળમાં ધારણ કરવા લાગી. (૨૫૫)
કેટલીક રમણીઓ ભગવંતના ઉસંગમાં રહેલા પૂર્ણકુંભની સ્પર્ધા કરનારા તથા જાણે શ્રેય ફળો હોય તેવા પૂર્ણકુંભો પોતાના હાથમાં ધારણ કરવા લાગી. (૨૫૬)
કેટલીક કામિનીઓ જાણે પુત્રજન્મનો મહોત્સવ હોય તેમ નાચ કરવા લાગી. કેટલીક ગોત્રવૃદ્ધાઓની જેમ મંગળગીતો ગાવા લાગી. (૨૫૭)
આકાશમાં જાણે ગાંધર્વનગરોની રચના કરતા ઇંદ્રોના ચોસઠ પ્રકારના નૃત્યકારો ભગવંતની આગળ નાટક કરવા લાગ્યા. (૨૫૮)
ત્યાં એકત્ર થયેલા દેવો, માનવો, પાતાલવાસી દેવોથી જાણે