________________
પં: સઃ
४०१ मोहादहह ! नारीणामङ्गैर्मांसास्थिनिर्मितैः । चन्द्रेन्दीवरकुन्दादि, सदृक्षीकृत्य दूषितम् ॥२०६।। एवं संसारकाराया, रामाया रूपवर्णनाम् । श्रुत्वा कुर्वन्तु मा रागमङ्गनाङ्गस्य सङ्गमे ॥२०७॥ इतो भवात् तृतीये मे, भवन्तः सुहृदोऽभवन् । समानवयसस्तुल्यभुक्तवैषयिकक्षणाः ॥२०८॥ युगपत् तुल्यनिर्मुक्तसावद्यावद्यचेष्टिताः । युगपत् तुल्यविहितचतुर्थादितपःपराः ॥२०९।। स्मरतेति न किं यूयं, प्राक्तनं भवचेष्टितम् ? ।
अहं वः सप्तमं मित्रं, कथाख्यानाद् महाबलः ॥२१०॥ લોકો સ્ત્રીના અંગોપાંગને ચંદ્ર, કમળ અને કુંદપુષ્પ વિગેરેની સરખા બનાવી દઈને-તેમની ઉપમાઓ આપીને તે તે વસ્તુઓને દૂષિત કરે છે. (૨૦૬)
માટે સંસારના કેદખાનારૂપ સ્ત્રીના રૂપનું વર્ણન સાંભળીને અંગનાના અંગસંગમમાં રાગ કરવા યોગ્ય નથી. (૨૦૭)
શ્રી મલ્લીકુમારીએ દર્શાવેલ સંસારત્યાગની ભાવના. જાતિસ્મરણ થતાં છએ રાજાની અનુસરણની ભાવના.
વળી આ ભવથી પૂર્વના ત્રીજાભવમાં તમે સમાનવયવાળા મારા મિત્રો હતા. અને તે વખતે સરખી રીતે આપણે વિષયસુખ ભોગવ્યા છે. (૨૦૮)
અને તે વિષયોને આપણે એકીસાથે ત્યાગ કરીને મુનિપણામાં એકી સાથે સરખી રીતે ઉપવાસાદિક તપસ્યા કરી છે. (૨૦૯)
તો તે પૂર્વભવની ચેષ્ટાને તમે કેમ યાદ કરતા નથી ? તે