________________
४०६
श्री मल्लिनाथ चरित्र स्वेच्छया याचमानेभ्यो, यद् गृहाद्वस्तु दीयते । पल्यङ्कासनयानादि, संख्यातुं शक्यते न तत् ॥२३०॥ कोटीमेकां सुवर्णस्य, लक्षाण्यष्टौ दिने दिने । सूर्योदयात्प्रातराशकालं यावद् ददौ विभुः ॥२३१॥ सर्वात दत्तवान् स्वामी, हेमकोटित्रयीशतम् । अष्टाशीति च कोटीनां, लक्षाशीति च सर्वतः ॥२३२।। सांवत्सरिकदानान्ते, सौधर्मादिपतिः स्वयम् । दीक्षोत्सवं विधित्सुः सन्, समागाच्चलितासनः ॥२३३॥ सलिलापूर्णसौवर्णकुम्भसम्भृतपाणिभिः । सुरैः शक्रः समं दीक्षाभिषेकं कृतवान् प्रभोः ॥२३४।।
પોતાની ઈચ્છાનુસાર યાચના કરનારા લોકોને જે કાંઈ વસ્તુઓ આપવામાં આવતી તેનું પરિમાણ કરવું અશક્ય હતું. (૨૩૦)
તો પણ અનુમાનથી દરરોજ સૂર્યોદયથી ભોજન સમય સુધી ભગવંત ૧ક્રોડ ૮ લાખ સોનામહોરનું દાન આપતા હતા. (૨૩૧)
આ રીતે વર્ષ પર્યન્તના દાનની સંખ્યા ૩૮૮ ક્રોડ ૮૦ લાખ સોનામહોર દાન કર્યું. (૨૩૨) ઈંદ્ર મહારાજે કરેલ પ્રભુનો મહાભિનિષ્ક્રમણ મહોત્સવ.
સાંવત્સરિક મહાદાનના પ્રાન્ત આસન ચલાયમાન થવાથી સૌધર્મેન્દ્ર પોતે પરિવાર સહિત દીક્ષામહોત્સવ કરવાની ઇચ્છાથી ત્યાં આવ્યા. (૨૩૩)
અને જળપૂર્ણ સુવર્ણકળશો હાથમાં લઈને દેવો સાથે તેમણે ભગવંતને દીક્ષાનો અભિષેક કર્યો. (૨૩૪)
પછી દિવ્ય ગોશીષચંદનથી ભગવંતના અંગનું વિલેપન કરીને