________________
પંઘમ: સઃ
४०५ शृङ्गाटकचतुष्कादिस्थानेषु प्रतिवासरम् । आरभ्य सूर्योदयतो, घोषणां स्वाम्यकारयत् ॥२२५।। यो येनार्थी स तद्वस्तु, गृह्णातु निजयेच्छया । एवं वर्षावधि प्रातः, प्रातरुद्धोष्यते जनैः ॥२२६।। धनानि धनदो यक्षः, शक्रादेशाद् दिने दिने । आहृत्य भ्रष्टनष्टानि, पूरयत्यम्बुवद् घनः ॥२२७॥ सर्वत्रेच्छानुमानेन, दीयन्ते कुञ्जरा हयाः । रथाभरणवस्त्राणि रत्नानां राशयस्तथा ॥२२८॥ करभा वेसराश्चापि, नगराणि गुरूण्यपि । ग्रामग्रामा धराऽऽरामा, यथाकामं धनादयः ॥२२९॥ युग्मम्
ભગવંત ત્રણખુણાવાળા રસ્તા, ચારરસ્તા વગેરે રસ્તાઓ પર સૂર્યોદય થતાં પ્રતિદિન ઘોષણા કરાવતા કે, (૨૨૫).
જેને જે વસ્તુ જોઈએ તેને તે વસ્તુની યાચના પ્રભુ પાસે કરવી અને લઈ જવી.” તે પ્રમાણે ભગવંતે એક વર્ષ સુધી પ્રતિદિન પ્રભાતે માણસો પાસે ઘોષણા કરાવી. (૨૨૬).
તે દરમ્યાન ઇંદ્રના આદેશથી કુબેર યક્ષ, જે ધનના સ્વામી ભ્રષ્ટ અને નષ્ટ થયેલ હોય તેવું ધન અનેક સ્થાનકોથી લાવીને મે જેમ પૃથ્વી પર જળ પૂરે તેમ પ્રતિદિન પૂરું કરતો હતો.(૨૨૭)
એટલે ભગવંત સર્વને ઇચ્છાનુસાર હાથીઓ, ઘોડા, રથો, આભરણો, વસ્ત્રો, રત્નો, ઊંટો, ખચ્ચરો, મોટા નગરો, ઘણા ગામો, બગીચા, જમીન તથા ધનાદિક આપતા હતા. (૨૨૮૨૨૯)