________________
૪૦૦
श्री मल्लिनाथ चरित्र जटी मुण्डी शिखी मौनी, वल्कली सुतपा अपि । ब्रह्माऽप्यब्रह्मशीलश्चेत्तदा मह्यं न रोचते ॥२०२॥ कण्डूयन् कच्छुरः कच्छू, यथा दुःखं सुखीयति । दुर्वारमन्मथावेशविवशो रतिजं तथा ॥२०३॥ नार्यो यैरुपमीयन्ते, काञ्चनप्रतिमादिभिः ।
आलिङ्ग्यालिङ्ग्य तान्येव, किमु कामी न तृप्यति ? ॥२०४।। यदेवाङ्गं गोपनीयं, कुत्सनीयं च योषिताम् । तत्रैव हि जनो रज्यन्, केनाऽन्येन विरज्यते ? ॥२०५॥
છે તેમ મોહાંધ મનવાળા લોકો સ્ત્રીસંગથી ઉત્પન્ન થતાં દુઃખને સુખ માની લે છે. (૨૦૧)
જટાધારી, મુંડન કરાવનાર, શિખાધારી, વલ્કલધારી, સારો તપસ્વી હોય કે અબ્રહ્મસ્વભાવી તો તે પણ પસંદ કરવા લાયક નથી. (૨૦૨)
ખસવાળો જેમ ખસને ખજવાળતાં દુઃખને સુખ માને છે તેમ દુવર મન્મથ (કામદેવ)ના આવેગને વશ થયેલા માણસો કામભોગના દુઃખને સુખ માની લે છે. (૨૦૩)
જેઓ સ્ત્રીઓને સુવર્ણમૂર્તિ વિગેરેની ઉપમા આપે છે. તેઓ તે મૂર્યાદિકનું વારંવાર આલિંગન કરીને શા માટે તૃપ્ત થતા નથી! (૨૦૪)
સ્ત્રીઓનું જે અંગ ગોપનીય અને કુસનીય છે ત્યાં જ જ્યારે લોકો રક્ત થાય છે, ત્યારે તેના બીજા અંગથી તો તેઓ શી રીતે વિરક્ત થાય ? (૨૦૫).
અહો ! માંસ અને અસ્થિ(હાડકા)ઓથી નિર્મિત છતાં મોહથી