________________
३९८
श्री मल्लिनाथ चरित्र निक्षिप्तकुथितग्रासगन्धः प्रासरदुच्चकैः । दुःसहो लशुनस्येव, सर्वतोऽपसरज्जनः ॥१९३।। अहिगोश्वानमृतकदुर्गन्धादपि दुःसहः । गन्धः षण्णामपीशानां, व्यानशे नासिकापुटीम् ॥१९४।। तद्गन्धाच्छातकुन्ताग्रप्रहारादिव कातराः । अधोमुखा अजायन्त, मृतप्रियसुता इव ॥१९५।। तानवाचो विलोक्योच्चैरूचे मल्लिर्जगद्गुरुः । किं यूयं न्यङ्मुखा जाता, भारातशिरसो यथा ? ॥१९६।।
પછી મલ્લિકુમારીએ પ્રતિમાની પાછળ રહીને પ્રતિમાને આચ્છાદિત કરેલું તાળવા પરનું વસ્ત્ર ઉઘાડ્યું. (૧૨)
એટલે લસણના ગંધ જેવો અંદર નાંખેલ અને કોહી ગયેલા અન્નનો અત્યંત દુસહ દુર્ગધ ચારેબાજુ પ્રસર્યો. (૧૯૩)
((આ વાક્ય જણાવે છે કે માત્ર એક એક કોળીઓ નાંખવાથી અમુકદિવસમાં આની દુર્ગધ ઉછળી તો આ શરીરમાં દરરોજ ૩ર કવળ નંખાય તે શરીરમાં કેવી દુર્ગધ હોવી જોઈએ ? આવું દુર્ગધી શરીર જે ચામડીથી મઢેલું છે તે મોહ કરવા યોગ્ય શી રીતે હોય ?)) તેથી સર્વલોકો ત્યાંથી તૂર્ત દૂર થઈ ગયા. સર્પ, બળદ અને કૂતરાના શબની દુર્ગધ કરતા પણ અતિદુસહ દુર્ગધ તે છએ રાજાઓના નાસિકાપુટમાં દાખલ થયો. (૧૯૪).
એટલે તેઓ અસહ્યદુર્ગધને લીધે તીક્ષ્ણભાલાના અગ્રભાગના પ્રહારથી કાયરલોકોની જેમ અને જેમનો પ્રિયપુત્ર મરી ગયો હોય તેવા લોકોની જેમ તેઓ અધોમુખવાળા થઈ ગયા. (૧૯૫).
તેમને મૌનપણે ઊભા રહેલા જોઈ મલ્લિકુમારી બોલ્યા કે,