________________
श्री मल्लिनाथ चरित्र
३८२
यदीयं लिह्यते रूपं, लोचनैश्चुलुकैरिव । यदीयं वर्ण्यते चारुचरितं कविकुञ्जरैः ॥ ११५ ॥ एवं तद्वर्णनां कृत्वा, चित्रकृच्चित्रसंस्थिताम् । अर्चामदर्शयद् मल्लेर्दृशोरायुष्यकारिणीम् ||११६॥ वीक्ष्येमां विस्मितः पूर्वस्नेहमोहितमानसः । तद्याचनाय दूतं स्वं, प्रैषीदुपमहीपति ॥११७॥ ॥ इति श्रीमल्लिनाथस्वामिपूर्वभवपरममित्रपञ्चमवैश्रमणोत्पत्तिः ॥ इतश्च जम्बूद्वीपेऽस्मिन्, काम्पिल्यनगरे वरे । अभिचन्द्रस्य जीवोऽपि, च्युत्वा तस्माद्विमानः ॥११८॥
તેના નેત્રયુગલ ડિલ્થ-ડવિત્યની જેમ વૃથા છે. (૧૧૪)
ચુલુકની જેમ નેત્રો જેના રૂપના સર્વથા પાન કર્યા કરે છે અને કવિવરો જેના સુંદર ચરિત્રનું નિરંતર વર્ણન કર્યા કરે છે. તેવી તે પરમસુંદર છે.” (૧૧૫)
આ પ્રમાણેનું વર્ણન કરી પેલા ચિત્રકારે ચક્ષુને ચમત્કાર પમાડનાર મલ્લિકુમારીની છબી રાજાને દેખાડી. (૧૧૬)
તે જોઈ વિસ્મય પામી તેમજ પૂર્વસ્નેહથી મોહિત બની તેની માંગણી કરવા માટે કુંભરાજાની પાસે તેણે પોતાનો દૂત મોકલ્યો. (૧૧૭)
અભિચંદ્રજીવકાંપિલ્યપુરે રાજવી.
હવે અભિચંદ્રનો જીવ વૈજ્યંત વિમાનથી ચ્યવીને આ જંબુદ્વીપમાં કાંપિલ્યપુર નામના નગરમાં (૧૧૮)
યથાર્થ નામવાળો જિતશત્રુ નામે રાજા થયો. તેના પ્રતાપથી એકત્ર કરેલા ધૃત(ઘીનો)પિંડની જેમ શત્રુઓ વિલય પામી જાય