________________
३९०
श्री मल्लिनाथ चरित्र स्वेष्टसोदरवद् मेने, यो धर्मं धर्मवत्सलः । गुरुवाक्यमिवाऽमंस्त, वचनं मन्त्रिणां शुचि ॥१५४।। असौ मल्ली तव सुतां, परिणेतुं महीपतिः । याचते हि सतां याच्या, विफलाऽपि न होकरी ॥१५५।। अस्य कस्याऽपि देयेयं, कन्या परधनं यतः । जामाता त्वीदृशः प्राप्यो, न कुत्राऽपि गवेषितः ॥१५६।। अथ द्वितीयदूतोऽपि, जगाद वदतां वरः । देव ! चम्पापुरीस्वामी, पीनस्कन्धो महाभुजः ॥१५७।।
અભિમાનપૂર્વક સર્વત્ર લડાઈ કરનાર તથા શત્રુઓને પરાભવ પમાડનાર પ્રતાપી સાકેતપુરનો સ્વામી પ્રતિબુદ્ધિ રાજા છે. જે ધર્મવત્સલ છે. તેથી ધર્મને પોતાનો ઇષ્ટ બંધુ માને છે. અને મંત્રીઓના પવિત્રવચનને ગુરુવચનની જેમ માને છે. (૧૫ર૧પ૪).
તે રાજા તમારી મલ્લિકુમારીને પરણવા માંગે છે. કેમ કે સજ્જનો પાસે યાચના કરતાં કદાચ તે નિષ્ફળ જાય તો પણ લાસ્પદ નથી. (૧૫૫)
વળી હે રાજેન્દ્ર ! કન્યા એ પારકું ધન છે. ગમે તેને આપવી તો પડે જ છે. માટે આવો જમાઈ શોધતા પણ તમને મળનાર નથી.” (૧૫૬)
પછી બોલવામાં કુશળ બીજો દૂત બોલ્યો કે, “હે રાજા ! મોટા સ્કંધવાલો, મહાભૂજાવાળો, કુલીન, કલંકરહિત, સત્યવાદી, સત્યપ્રતિજ્ઞાવાળો, સમરાંગણમાં સત્કીર્તિ મેળવનાર. કીર્તનીય ગુણવાળો, પૂર્ણિમાના ચંદ્ર સમાન મુખવાળો અને ચંપાનગરીનો