________________
પંચમ: સર્ગઃ
पुरो यस्या मुखस्योच्चैर्निर्माल्यमिव चन्द्रमाः । यस्याश्च नेत्रयोर्लक्ष्मीरलक्ष्मीरम्बुजव्रजे ॥७२॥ इत्थमाकर्ण्य चन्द्रेशः, प्राग्जन्मस्नेहमोहितः । मल्लीं वरीतुं प्राहैषीद्, दूतं कुम्भमहीपतेः ॥७३॥
॥ इति श्रीमल्लिनाथस्वामिपूर्वभवद्वितीयमित्रोत्पत्तिः ॥
इतश्च पूरणप्राणी, वैजयन्तं विहाय सः । श्रावस्त्यामभवत् पुर्यां, रुक्मी नाम क्षितीश्वरः ॥७४॥
तस्याऽभूद्धारिणी नाम, स्वर्देवीव महीचरी । रूपातिशायिनी शान्ता, कान्ताकारा सुलक्षणा ॥७५॥
३७३
મલ્લિકુમારી નામે પુત્રી છે. (૭૧)
જેના મુખની શોભા આગળ ચંદ્રમા તો તદ્દન નિર્માલ્ય લાગે છે. જેના બે નેત્રની કાંતિ આગળ કમળની કાંતિ નિસ્તેજ લાગે છે.” (૭૨)
આ પ્રમાણે સાંભળીને પૂર્વજન્મના સ્નેહથી મોહિત થઈ તેની માંગણી કરવા માટે ચંપાપતિએ કુંભરાજા પાસે એક દૂત મોકલ્યો. (૭૩)
પૂરણનો જીવ શ્રાવસ્તિ નગરે બને રૂકિમરાજા.
હવે પૂરણનો જીવ વૈજ્યંત વિમાનથી આવીને શ્રાવસ્તિનગરીમાં કિમ નામે રાજા થયો. (૭૪)
જાણે સ્વર્ગની દેવી પૃથ્વી પર આવી હોય એવી અતિશય રૂપવતી, શાંત, મનોહર આકારવાળી સારા લક્ષણોયુક્ત ધારિણી નામે તે રાજાની પટ્ટરાણી છે. (૭૫)
સુરેન્દ્રને લક્ષ્મી અને સમુદ્રને જેમ વાર્ષિસુતાની જેમ તે