________________
३७८
वसतां तत्र चास्माकं, पूर्वजानां महीपते ! वेणयः सप्त संभूताः, स्वर्णताडनभाजिनाम् ॥९५॥
श्री मल्लिनाथ चरित्र
मिथिलास्वामिना कुम्भराज्ञा कुण्डलयोजने । અનીશા ફેશ ! સર્વેડમી, પૂર્યાં નિર્વાસિતા હતાત્ ।ાજુદ્દાા
कुण्डलप्रक्रमप्राप्तं, श्रीमल्ले रूपमुत्तमम् । सद्वर्णैर्वर्णयामासुर्हर्षोत्कर्षमुपागताः ॥९७॥
आस्यस्य पुरतो यस्याः, शङ्के दासायते शशी । एतावतैव तद्रूपमसरूपं निरूप्यते ॥९८॥
पूर्वस्नेहातिरेकेण, तद्रूपश्रवणादपि । श्रुत्वेति तां वरीतुं तु, विशिष्टं विससर्ज सः ॥ ९९॥
પૂર્વજોની સાત પેઢી થઈ ગઈ. (૯૫)
પણ અત્યારે એક દિવ્યકુંડલ સાંધવાને અસમર્થ થયેલા અમને હે પ્રભુ ! મિથિલાના સ્વામી કુંભરાજાએ પોતાની નગરીમાંથી બળાત્કારે બહાર કાઢી મૂક્યા છે.” (૯૬)
આ પ્રમાણે કહ્યા પછી કુંડલના પ્રસંગથી પ્રાપ્ત શ્રીમલ્લિકુમા૨ીના ઉત્તમરૂપને હર્ષોત્કર્ષ પામેલા તેમણે સુંદર વાક્યરચનાથી વર્ણવી બતાવ્યું. છેવટે કહ્યું કે, (૯૭)
“તેના મુખની આગળ ચંદ્ર પણ એક દાસ સમાન છે. એમ અમારૂં માનવું છે. અને એટલા માટે જ તેનું રૂપ અનુપમેય કહેવા યોગ્ય છે. (૯૮)
આ પ્રમાણે તેમના રૂપના શ્રવણથી અને પૂર્વના સ્નેહાતિરેકથી તેની માંગણી માટે શંખરાજાએ કુંભરાજા પાસે એક ચાલાક દૂતને મોકલ્યો. (૯૯)