________________
પંચમ: સાં:
વેવ ! વિવ્યમિનું લીપ્યત્, નો સંયિતું ક્ષમા । दिव्यानां हि पदार्थानां दिव्या एव विधायिनः ॥९१॥
ततो निर्वासिता राज्ञा, रुष्टेन स्वर्णकारकाः । नृपाऽप्रसादादीदृक्षं, न दूरे पुरवासिनाम् ॥९२॥ ते च वाराणसीं गत्वा, प्रणेमुः शङ्खभूभुजम् । कौतस्कुता इति क्ष्माप:, पप्रच्छ मधुराक्षरम् ॥९३॥ देवाऽमी मिथिलापुर्यां, वासिनः स्वर्णशिल्पिनः । विज्ञानवल्लरीजालप्रावृट्कालघनाघनाः ॥९४॥
३७७
કર્યા અને કુંડલયુગલ દેખાડ્યા. તે કુંડલયુગલને જોઈ સર્વ સુવર્ણકારો અસંજ્ઞીની જેમ શૂન્યમનસ્ક થઈ બોલ્યા કે, (૯૦)
“હે દેવ ! અત્યંત દેદીપ્યમાન આ દિવ્યકુંડલ સાંધવા અમે કોઈ સમર્થ નથી. કારણ કે દિવ્યપદાર્થોને દિવ્યપુરુષો જ સુધારી શકે.” (૯૧)
આ પ્રમાણે સાંભળી રોષાયમાન થયેલા રાજાએ તે સર્વ સુવર્ણકારોને પોતાની નગરીમાંથી કાઢી મૂક્યા. કારણે રાજાનો અપ્રસાદ (અકૃપા) થતાં નગરવાસીઓને આવી શિક્ષા કાંઈ દૂર નથી. (૯૨)
પછી તે સુવર્ણકારોએ વાણારસીમાં જઈને શંખરાજાને પ્રણામ કર્યા. એટલે રાજાએ તેમને મધુર વાણીથી પૂછ્યું કે, “તમે ક્યાંના રહેવાસી છો ?” (૯૩)
તેઓ બોલ્યા કે, “હે દેવ ! વિજ્ઞાનરૂપ લતાજાળને વર્ષાકાળના મેઘસમાન એવા અમે મિથિલાનગરીના રહેવાસી છીએ. (૯૪) હે રાજન્ ! ત્યાં રહીને સુવર્ણકારનું કામ કરતાં અમારા