________________
३७१
પંરમ: સઃ
एकं श्रीकुम्भभूपस्य, प्राभृते कुण्डलद्वयम् । ददतेऽर्हन्नयः पोतवाहकः सादराशयः ॥६२॥ तदेवं पृथिवीनाथस्तां दिव्यां कुण्डलद्वयीम् । दुहित्रे नेत्रमित्रायै, श्रीमत्यै मल्लये ददौ ॥६३।। अर्हन्नयाय पात्रज्ञो, दत्त्वोच्चैः पारितोषिकम् । विससर्ज महीपेन्दुर्यथाऽम्बु जलधिर्धनम् ॥६४॥ क्रीतविक्रीतनिःशेषभाण्डश्चम्पामुपागतः । चन्द्रच्छायनरेन्द्रस्य, सभामण्डपमभ्यगात् ॥६५।। चकार प्राभृते श्रेष्ठी, द्वितीयां कुण्डलद्वयीम् ।
पदार्थाः खलु युज्यन्त, उत्तमानामिहोत्तमाः ॥६६॥ ઉલ્લંઘન કરી સમગ્ર વસ્તુઓ લઈ મિથિલાનગરીએ આવ્યો. (૬૧)
ત્યાં પોતવાહક અન્નય શ્રાવકે આદરપૂર્વક શ્રીકુંભરાજા પાસે જઈને કુંડળની એક જોડ તેમને ભેટ કરી. (૬૨)
એટલે રાજાએ તે દિવ્યકુંડલની જોડી નેત્રના મિત્ર જેવી પોતાની પુત્રી શ્રીમતી મલ્લિકુમારીને આપી. (૬૩)
પાત્રજ્ઞ એવા રાજાએ સમુદ્ર જેમ જળ આપી તે મેઘને વિસર્જન કરે તેમ અન્નયને ઉંચા પ્રકારનું પારિતોષિત આપીને વિસર્જન કર્યો. (૬૪)
પછી સમગ્ર વસ્તુઓનો કય-વિક્રય કરીને અહંન્નય શ્રાવક ચંપાનગરીએ આવ્યો અને ત્યાં ચંદ્રછાય રાજાના સભામંડપમાં આવી (૬૫)
બીજી દિવ્યકુંડલની જોડ તેણે તે રાજાને ભેટ કરી. કારણ કે ઉત્તમપદાર્થો ઉત્તમજનોને જ યોગ્ય હોય છે (૬૬)