________________
३२६
श्री मल्लिनाथ चरित्र एकोनविंशतीर्थेशजनिरुद्भाव्यतेऽधुना । अथवा चक्रिणो राजन् !, नवमस्य हि साम्प्रतम् ॥५३।। परितुष्टोऽथ भूनाथस्तद्वचःश्रवणादसौ । ददौ ग्रामाकराधुच्चैर्वासोऽलङ्करणादि च ॥५४॥ वस्त्रालङ्करणैरेते, कल्पद्रुमदलैरिव । राजमाना ययुर्गेहं, श्रिया श्रीदविडम्बिकाः ॥५५॥ देवानुभावसम्पूर्णमनोरथतया भृशम् । मुदितायाः सुखेनैव, गर्भो देव्या व्यवर्धत ॥५६॥ सार्धाष्टमदिने मासनवके गतवत्यथ । मार्गविशुद्धैकादश्यामश्विन्यां च निशाकरे ॥५७॥ સ્વામી એવા ભરત વિગેરે આઠ ચક્રવર્તી થઈ ગયા છે. (૧૨)
હવે ઓગણીસમા તીર્થકરનો જન્મ સંભવે છે. અથવા હે રાજન્ ! નવમા ચક્રવર્તી હવે થવાના છે. (૫૩)
આ પ્રમાણે સાંભળી પરિતુષ્ટ થયેલા રાજાએ તેમને ગ્રામ, આકરાદિ ઉંચા વસ્ત્રો, અલંકારો દાનમાં આપ્યા. (૫૪)
એટલે કલ્પવૃક્ષના દલ સરખા તે અલંકારોથી શોભતા, લક્ષ્મીથી કુબેરની તર્જના કરનારા સ્વપ્નપાઠકો સ્વસ્થાને ગયા. (૫૫)
પછી દેવના પ્રભાવથી મનોરથો સંપૂર્ણ થતાં અત્યંત આનંદિત એવી તે મહારાણીનો ગર્ભ સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યો. (૫૬)
આ પ્રમાણે નવ માસ સાડા આઠ દિવસ પૂર્ણ થતાં માગશર સુદ અગ્યારસના દિવસે અશ્વિનીનક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થતાં (૫૭)