________________
श्री मल्लिनाथ चरित्र
३३२
तेषां मध्ये चतुःशालं, विशालं निजचित्तवत् । प्रत्येकं रचयामासुः, सिंहासनविकस्वरम् ॥८६॥ दाक्षिणात्ये चतुःशाले, नीत्वाऽमुं विनिवेश्य च । सिंहासने सुतैलेनाऽभ्यानञ्जुर्मृदु मर्दनम् ||८७|| जनन्या सममभ्यर्च्य, शीघ्रमुद्वर्त्य च प्रभुम् । निन्यिरे निभृतं देव्यः, पौरस्त्ये कदलीगृहे ॥८८॥ तत्र गन्धाम्बुभिः पुष्पाम्बुभिः शुद्धाम्बुभिस्तथा । द्वावपि स्त्रपयित्वाथ, भूषयन्ति विभूषणैः ॥ ८९ ॥ नीत्वोत्तरस्या रम्भायाः, सदने हरिचन्दनैः । प्रज्वाल्याऽरणिना वह्निं, ताश्च भूर्ति विचक्रिरे ॥९०॥
रक्षाबन्धं व्यधुस्ताश्च, जननीस्वामिनोः करे । રક્ષા દુરિતમિદ્રેલાં, તમતે સર્વવસ્તુપુ ।।૧।। સિંહાસનથી શોભાયમાન એવા ચાર શાલ (ચોક) બનાવ્યા (૮૬)
પછી દક્ષિણ ચતુઃશાલમાં પ્રભુને લઈ જઈ સિંહાસનઉપર બેસાડીને દિવ્યતેલથી તેમણે કોમળરીતે મર્દન કર્યું. (૮૭)
પછી જિન અને જિનમાતાનું અત્યંગન તથા ઉદ્ધૃર્તન કરીને તેમને પૂર્વના કદલીગૃહમાં લઈ ગઈ. (૮૮)
ત્યાં ગંધજળ, પુષ્પજળ, શુદ્ધજળ વડે તેમને સ્નાન કરાવીને આભૂષણોથી અલંકૃત કર્યા. (૮૯)
પછી ઉત્તરદિશાના કદલીગૃહમાં તેમને લઈ જઈ અરણિકાષ્ઠથી બાવનાચંદનને સળગાવી તેની વિભૂતિ કરી (૯૦)
અને તેની રક્ષાપોટલી પ્રભુના તથા માતાના હાથ ઉપર તેમણે બાંધી. કારણ કે સર્વવસ્તુઓમાં રક્ષા (રાખ) એ દુરિતભેદી એવી