________________
વાર્થ: :
३४५ अथ सौधर्मनाथोऽपि, चतुर्दिक्षु व्यधात् क्रमात् । वृषभांश्चतुरः स्फारस्फाटिकोपलनिर्मितान् ॥१५६।। तेषामुत्तुङ्गशृङ्गाग्रप्रसृता गगनाङ्गणे । प्रसनुरम्भसामष्टौ, धाराश्चन्द्रकलोज्ज्वलाः ॥१५७।। एकीभूय पतन्त्यस्ताश्चन्द्रकान्तसमुज्ज्वलाः । निम्नगा इव पाथोधौ, निपेतुः प्रभुमूर्द्धनि ॥१५८॥ स्नपयित्वेति तीर्थेशं, भाविनं त्रिदशाधिपः । रत्नदर्पणवद्वेगाद्, ममार्जाङ्ग विभोरथ ॥१५९॥ ततो रत्नमये पट्टे, स लिलेखाऽष्टमङ्गलीम् । निजपुण्यैरिवाखण्डैस्तण्डुलै रूप्यनिर्मितैः ॥१६०॥
એટલે સૌધર્મેન્દ્ર - ચારેદિશામાં અનુક્રમે ઉંચા પ્રકારના સ્ફટિકરત્નના બનાવેલા હોય તેવા ઉજ્જવળ ચાર વૃષભના રૂપ વિકુળં. (૧૫૬)
તેમના ઈંગોના અગ્રભાગમાંથી નીકળતી અને ચંદ્રિકા સમાન ઉજ્જવળ એવી આઠ જલધારા ગગનાંગણમાં ઉછળી એકત્ર થઈ સમુદ્રમાં જેમ નદીઓ પડે તેમ પ્રભુના મસ્તક પર પડવા લાગી. (૧૫૭-૧૫૮)
એ પ્રમાણે ભાવી તીર્થપતિને સ્નાન કરાવી ઇંદ્ર રત્નદર્પણની જેમ ભગવંતના અંગનું પ્રમાર્જન કર્યું. (૧૫૯)
પછી પોતાના પુણ્ય જેવા અખંડ અને રજતના બનાવેલા તંદુલથી ઈંદ્ર રત્નમય પટ્ટપર અષ્ટમંગલનું આલેખન કર્યું. (૧૬)
પછી ઈંદ્ર પ્રભુના અંગે વિલેપન કર્યું. અને પ્રત્યેક અંગે
૨. વિવિધ:' રૂત્ય |