________________
३४९
ચતુર્થ : शिवाऽचलाऽरुजाऽनन्ताऽक्षयाऽव्याबाधनिर्वृतौ । सम्प्राप्ताय नमस्तुभ्यमिति शकः स्तवं व्यधात् ॥१७६।। कृतकृत्यमिवात्मानं, मन्यमानोऽर्हतो नतौ । रोमाञ्चितवपुः शक्र, इति स्तोतुं प्रचक्रमे ॥१७७॥ नमस्तुभ्यं जिनाधीश !, परमानन्ददायिने । उल्लसत्करुणाक्षीरपाथोधिशशलक्ष्मणे ॥१७८।। त्वया त्रिजगतां नाथ !, फलिनीदलकान्तिना । बद्धेन्द्रनीलमुकुट, इवाऽऽभाति सुराऽचलः ॥१७९॥ स्तुत्वेति मिथिलां गत्वा, हृत्वा च स्वापिनीमपि । भूत्वा मातुर्जिनं पार्वे, मुक्त्वा शकोऽभ्यधादिदम् ॥१८०॥
તેમજ શિવ, અચલ, અરૂજ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવર્તન એવા નિર્વાણસ્થાનને પ્રાપ્ત થયેલા હે પ્રભો ! આપને નમસ્કાર થાઓ. આ પ્રમાણે સ્તવના કરી પોતાના આત્માને કૃતકૃત્ય માનતા તથા જિનેશને નમન કરતા એવા ઇંદ્ર રોમાંચિત થઈને આ પ્રમાણે વિશેષ સ્તુતિ કરી. (૧૭૬-૧૭૭)
“પરમાનંદ દાતા તથા ઉલ્લાસાયમાન કરૂણારૂપ ક્ષીરસાગરને ચંદ્ર સમાન એવા હે જિનાધીશ ! તમને નમસ્કાર થાઓ. (૧૦૮)
હે ત્રિજગતનાથ ! પ્રિયંગુલતાના પર્ણસમાન કાંતિવાળા એવા તમારાથી એ મેરૂપર્વત જાણે ઇંદ્રનીલમણીનો મુગટ ધારણ કર્યો હોય તેવો શોભે છે.” (૧૭૯)
આ પ્રમાણે સ્તુતિ કરીને મિથિલાનગરીમાં આવી, જિનમાતાની અવસ્થાપિની નિદ્રા દૂર કરી, તેમની પાસે ભગવંતને મૂકીને ઇંદ્ર મહારાજ આ પ્રમાણે બોલ્યા કે, (૧૮)