________________
પંચમ: સf:
३५७ કુંભરાજા પાસે મોકલેલ દૂત.
પાંચમામિત્ર - વૈશ્રમણનું સ્વર્ગથી ચ્યવન - હસ્તિનાપુરમાં થયેલ અદીનશત્રુ રાજા - અહીં મલ્લિકુંવરીના બંધુ મલ્લકુમારે ચિત્રાવેલી ચિત્રશાળા, ચિત્રાકારે ચિતરેલું મલ્લિકુંવરીનું આબેહૂબ રૂપ - તેને જોતાં સાક્ષાત્ મલ્લિકુંવરી છે એવી મલ્લકુમારને થયેલી ભ્રમણા - મલ્લકુમારની ચિત્રકાર ઉપર નાખુશી - ચિત્રકારને કાઢી મૂકતાં તેનું અદીનશત્રુ રાજા પાસે આગમન - તેણે મલ્લિકુંવરીની બતાવેલી અપ્રતિમ છબી - તે જોતાં જ રાજાને તેના ઉપર ઉત્પન્ન થયેલો અનુરાગ. તેણે કુંભરાજા પાસે મોકલેલ દૂત.
છઠ્ઠામિત્ર - અભિચંદ્રનું સ્વર્ગથી ચ્યવન - કાંપિલ્યપુરમાં થયેલ જિતશત્રુ રાજા - અહીં મલ્લિકુંવરીએ ચોલા જોગણનું તેના શૌચમતનું ખંડન કરી કરેલ અપમાન - તેનું ફરતાં ફરતાં જિતશત્રુરાજા પાસે આગમન - તેની પાસે રાજાએ પોતાના અંતઃપુરના કરેલ વખાણ - જો ગણે કરેલ મલ્લિકુંવરીના રૂપનું વર્ણન - સાંભળીને રાજાને થયેલો અનુરાગ – તેણે કુંભરાજા પાસે મોકલેલ દૂત.
મલ્લિકુંવરીએ પૂર્વભવના છએ મિત્ર રાજાઓના દૂતોનું આગમન અવધિજ્ઞાનથી જાણી તે રાજવીઓને પ્રતિબોધ પમાડવા પોતાના જેવા રૂપવાળી એક સુવર્ણવર્ણી બનાવેલી પુતળી - તેને છઠ્ઠારવાળા અંધારા ઓરડામાં સ્થાપવી - તે પોલી પુતળીના પોલાણવાળા ભાગમાં તાળવેથી પ્રતિદિન આહારનો એક એક કોળિયો નાંખવો - છએ રાજાના દૂતોનું એકસાથે મિથિલામાં આગમન - રાજસભામાં એકીસાથે પ્રવેશ - ક્રમિક છે એ દૂતોએ પોતપોતાના રાજા માટે મલ્લિકુંવરીની કરેલી માંગણી - કુંભરાજાએ છએ દૂતોનો એક સરખો કરેલો