________________
३४४
श्री मल्लिनाथ चरित्र स्मयमानैरिव न्यस्तविस्मेरकुसुमोत्करैः ।। अधीयानैरिव स्नात्र-श्लोकान् गुञ्जदलिच्छलात् ॥१५१॥ अच्युतेन्द्रेण तैः कुम्भैर्योजनाऽऽस्यैर्जगद्गुरोः । स्नात्रं चक्रे महानन्दात्, सुधाभुग्भिः समं निजैः ॥१५२॥ त्रिभिर्विशेषकम् एवं द्वाषष्टिरन्येऽपि स्नात्रं, चार्जगत्पतेः । भक्त्या महत्याऽनुज्येष्ठं, सोदर्या इव हर्षतः ॥१५३॥ यदैकः कुरुते स्नात्रं, शक्रोऽन्ये हरयस्तदा । सर्वेऽर्हतः पुरः सन्ति, धृतचामरपाणयः ॥१५४॥ विकृत्य पञ्च रूपाणि, तद्वदीशानवासवः ।
सौधर्मेन्द्राधिपस्थाने दधन्नाथमवस्थितः ॥१५५॥ ઝાંઝનું આસ્ફાલન થતાં, મુખ પર સ્થાપન કરેલા વિકસિત કુસુમોથી જાણે હસતા હોય અને ગુંજારવ કરતા ભ્રમરોના ન્હાનાથી જાણે સ્નાત્ર શ્લોકો બોલતા હોય એવા એક યોજન પ્રમાણ મુખવાળા કળશોવડે અચ્યતેન્દ્ર પોતાના દેવો સાથે મહાનંદપૂર્વક ભગવંતનું સ્નાત્ર કર્યું. (૧૫૦-૧૫૨)
પછી જયેષ્ઠની પાછળ કનિષ્ઠ બંધુઓની જેમ બીજા બાસઠ ઇંદ્રોએ પણ અતિશય ભક્તિપૂર્વક પ્રભુનું સ્નાત્ર કર્યું. (૧૫૩)
તેમાં જ્યારે એક ઇંદ્ર સ્નાત્ર કરતા હોય ત્યારે અન્ય સર્વે ઈંદ્રો હાથમાં ચામરાદિક લઈને પ્રભુ આગળ ઊભા રહેતા હતા. (૧૫૪)
પછી પૂર્વ પ્રમાણે ઈશાનેન્દ્ર પાંચરૂપ વિકર્વી ભગવંતને ખોળામાં ધારણ કરીને સૌધર્મેન્દ્રનાં સ્થાને બેઠા. (૧૫૫)