________________
३०४
श्री मल्लिनाथ चरित्र सम्यक्त्वपूर्वकं पञ्चाऽणुव्रतानि गुणास्त्रयः । शिक्षाव्रतानि चत्वारि, व्रतान्येतानि गेहिनाम् ॥२०४।। श्रुत्वेदं स सम्यक्त्वेन, पूर्वकं गृहमेधिनाम् । व्रतानि द्वादशाऽगृह्णाद्, महाबलनिदेशतः ॥२०५।। तद्वदन्येऽपि भावेन, जगृहुादशवतीम् । सम्यक्श्रद्धानसंशुद्धा, यथा राजा तथा प्रजा ॥२०६।। प्रतिज्ञेयमभूत् तेषां, सप्तानामपि धीमताम् । अन्यैरपि हि तत्कार्यं, यद्येकः कुरुते तपः ॥२०७॥ ते सर्वेऽथ चतुर्थादि, कर्मग्रन्थविभेदकृत् । चतुर्थपुरुषार्थस्य, कारणं तेपिरे तपः ॥२०८।।
સમ્યક્તપૂર્વક પાંચ અણુવ્રત, ત્રણગુણવ્રત, ચાર શિક્ષાવ્રત એ બાર વ્રત ગૃહસ્થોને ઉચિત છે.” (૨૦૪)
તે સાંભળીને મહાબલમુનિના નિર્દેશથી સમ્યક્તપૂર્વક શ્રાવકના બારવ્રત તેણે અંગીકાર કર્યા. (૨૦૫)
એટલે સમ્યકૂશ્રદ્ધાથી શુદ્ધ અન્યલોકોએ પણ ભાવથી બારવ્રત અંગીકાર કર્યા. કારણ કે જેવો રાજા તેવી પ્રજા હોય છે. (૨૦૬)
પછી તે સાતે ધીમંત મુનિઓએ એવી પ્રતિજ્ઞા કરી કે, “જે પ્રમાણે એક તપ કરે તે પ્રમાણે બીજા બધાએ પણ તે તપ કરવો.” (૨૦૭)
પછી તે સર્વે કર્મગ્રંથીને ભેદનાર અને ચોથા પુરુષાર્થના (=મોક્ષ) કારણભૂત ઉપવાસાદિ તપ એકસરખી રીતે કરવા લાગ્યા. (૨૦૮)