________________
३०३
તૃતીયઃ સા: तत्त्वार्थरसिकामेनां, देशनां कर्मनाशिनीम् । श्रुत्वा संसारभीतः सन्, उवाच बलभद्रराट् ॥१९९॥ तावदर्कभवस्तापो, यावच्छत्रं न तन्यते । तावद्भवस्य भीर्यावद्, न श्रुता धर्मदेशना ॥२००॥ प्रभो ! देशविरत्याख्ये, यथा पुरि वसाम्यहम् । तथा कुरु गुरूपास्तेः, सर्वमल्पमिदं मम ॥२०१।। क्रमात्तत्रोषितेनेशश्चारित्रो द्रक्ष्यते मया । तस्मादभीष्टसिद्धिर्मे, भवितैव महामते ! ॥२०॥ ततो देशविरत्याख्यगुणान् देहि महामुने ! । ततोऽप्युवाच निर्ग्रन्थः, क्षमादिपुरुषोपमः ॥२०॥ કરવામાં પરાયણ એવો હું યથાવિધિ ભ્રમણ કરું છું. (૧૯૮)
આ પ્રમાણે તત્ત્વાર્થથી રસિક આ કર્મનાશિની દેશના સાંભળીને બલભદ્રરાજા સંસારથી ભય પામીને બોલ્યો કે, (૧૯૯)
જ્યાં સુધી છત્ર ન હોય ત્યાં સુધી સૂર્યનો તાપ લાગે, તેમ જયાં સુધી ધર્મદેશનાનું શ્રવણ ન કર્યું હોય ત્યા સુધી જ સંસારનો ભય લાગે છે. (૨૦)
તો હે પ્રભો ! હું જેમ દેશવિરતિ નામના નગરમાં રહી શકું તેમ કરો. ગુરુની ઉપાસના કરતાં આ બધું મને અલ્પ લાગે છે. (૨૦૧)
ત્યાં રહીને હું અનુક્રમે ચારિત્રરાજાને જોઈ શકીશ. અને તેથી હે મહામત ! મને અવશ્ય ઇષ્ટસિદ્ધિ થશે. (૨૦૨)
માટે હે મહામુનિ ! મને દેશવિરતિના ગુણો આપો. આ પ્રમાણે સાંભળીને ક્ષમાદિકથી પુરુષોત્તમ એવા તે નિગ્રંથ બોલ્યા કે, (૨૦૩)